Get The App

આ ગામમાં છે દૂર્યોધનનું મંદિર, મહાભારતના ખલનાયકની લોકો કરે છે પૂજા.

નેતરવાર ગામ ઉત્તરાખંડના હરિદ્વાર પાસે આવેલું છે

દુર્યોધન ખોટા સલાહકારોથી ઘેરાયેલો હોવાથી તે ધર્મને ભૂલ્યો હતો

Updated: Aug 18th, 2023

GS TEAM

Google News
Google News
આ ગામમાં છે દૂર્યોધનનું મંદિર,  મહાભારતના ખલનાયકની લોકો કરે છે પૂજા. 1 - image


દહેરાદૂન, 17 ઓગસ્ટ,2023,ગુરુવાર 

મહાભારતની કથાના પાત્રો અંગે આમ તો બધા જ જાણે છે ખાસ કરીને દુર્યોધનની ભૂમિકા એક વિલન જેવી હતી.મામા શકુનીની સલાહ લેતા આ અભિમાની,જીદી્ અને ઇર્ષાળુ દુર્યોધનના કારણે જ પાડવોએ મહાભારતનું યુદ્ધ લડવું પડયું હતું.નવાઇની વાત તો એ છે લોકનજરે સદીઓથી નિંદા અને ઘૃણાનું પાત્ર ગણાતા દુર્યોધનનું મંદિર આવેલું છે. ઉતરાખંડ રાજયના હરીદ્વારથી ૨૦ કીમીના અંતરે આવેલા નેતવાર ગામમાં આવેલા દુર્યોધનના મંદિરમાં લોકો સવાર સાંજ પૂજા કરે છે.

ગામ લોકા માને છે કે  દુર્યોધન પોતે જ્ઞાાની અને વીર પુરુષ હતો.તેને ધર્મ અને અધર્મ કોને કહેવાય તેની પણ સમજ  હતી.જો કે તે મામા શકુનીઓ જેવા સલાહકારોથી ઘેરાયેલો હોવાથી તે ધર્મને ભૂલી ગયો હતો.ધર્મ કોને કહેવાય તેની સમજ હતી પરંતુ તે આચરણ કરી શકયો નહી.તેના આ સારા પાસાને ધ્યાનમાં રાખીને જ ગામમાં દુર્યોધનનું મંદિર છે.

દુર્યોધનનું આ મંદિર કેટલું જુનું છે તે કોઇ જાણતું નથી.બહારના લોકો દુર્યોધનના મંદિર અંગે જાણે ત્યારે તેઓ કુતુહલવશ પણ મંદિરમાં આવે છે.આવું જ એક મંદિર મહાભારતમાં તેના મિત્ર ગણાતા કર્ણનું પણ છે. મહાભારતમાં કર્ણ પણ એક એવું પાત્ર છે જેની પાસે કોઇ કોઇ પાસે ન હોય તેવી યુદ્ધકળા અને બુધ્ધિક્ષમતા હતી. માતા કુંતીને વિવાહ પહેલા તેને જન્મ આપ્યો હોવાથી તેને છોડી દિધો હતો.

એક દાસી પરીવારને મળી આવતા તેનું લાલન પાલન કર્યું હતું. તે દાસીપુત્ર હોવાથી એક સારો બાણાવાળી હોવા છતાં ગુરુદ્વોણે ઘનુરવિધા શિખવવાની ના પાડી દિધી હતી.ત્યાર પછી ભગવાન પરશુરામ પાસેથી શસ્ત્રવિધા શિખ્યા પછી પણ તેનો ઉપયોગ કરી શકયો નહી. તે પણ દુર્યોધન સાથે મિત્રતા નિભાવી હતી. જો કે આ બંને પાત્રો ભલે મહાભારતમાં ભલે અધર્મના પક્ષે રહયા તેમ છતાં તેમનામાં રહેલા ગુણોને યાદ રાખીને તેમનું મંદિરો હોવાનું માનવામાં આવે છે. કર્ણનું મંદિર હર કી દૂનથી ૧૨ કીમી દૂર સોર નામના ગામમાં આવેલું છે.


Tags :