Updated: May 26th, 2023
![]() |
Image : Twitter |
અમેરિકાના રક્ષા મંત્રી લોઈડ જે ઓસ્ટિન III આવતા અઠવાડિયે જાપાન, સિંગાપોર, ભારત અને ફ્રાંસની મુલાકાત લેશે. ભારત પ્રવાસ દરમિયાન ઓસ્ટિન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય નેતાઓને મળે તેવી શક્યતા છે. સૂત્રોનું માનીએ તો અમેરિકા અને ભારત પોતાના સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે. ઓસ્ટિન યુએસ-ભારત સંરક્ષણ ભાગીદારીનું આધુનિકરણ ચાલુ રાખવા માટે પણ કામ કરી રહ્યું છે.
The United States Secretary of Defence Lloyd J Austin III will visit Japan, Singapore, India, and France next week.
— ANI (@ANI) May 26, 2023
Secretary Austin will visit Delhi to meet with Defence Minister Rajnath Singh and other leaders as the United States and India continue to modernise the US-India… pic.twitter.com/ho3poZ4ewr
ભારત અને અમેરિકા હવે પહેલા કરતા વધુ વ્યૂહાત્મક રીતે જોડાયે : સહાયક સચિવ
રક્ષા વિભાગના ઈન્ડો-પેસિફિક સુરક્ષા બાબતોના સહાયક સચિવ એલી રેટનરે ગઈકાલે જણાવ્યું હતું કે અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન દ્વિપક્ષીય રક્ષા સહયોગ અંગે ચર્ચા કરવા જૂનની શરૂઆતમાં ભારતની મુલાકાત લેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત અને અમેરિકા હવે પહેલા કરતા વધુ વ્યૂહાત્મક રીતે જોડાયેલા છે. ટોચના રાજકીય નેતૃત્વ તરફથી સ્પષ્ટ નિર્દેશ છે કે ભારત સાથે સંરક્ષણ સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે. તેમણે 22 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની રાજ્ય મુલાકાત દરમિયાન મોટી જાહેરાતોનો પણ સંકેત આપ્યો હતો. આ ઉપરાંત તેમણે ભારતની સ્વદેશી ક્ષમતાઓને મજબૂત કરવા સંરક્ષણ પ્રણાલીના સંયુક્ત ઉત્પાદન અને વિકાસ માટે અમેરિકના સ્પષ્ટ સમર્થનમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઓસ્ટિનની આ બીજી ભારત મુલાકાત હશે
જાન્યુઆરી 2021માં ચાર્જ સંભાળ્યા બાદ ઓસ્ટિનની આ બીજી ભારત મુલાકાત હશે. જો કે ઇન્ડો-પેસિફિકની આ તેની સાતમી મુલાકાત હશે. ઓસ્ટીન ટોક્યો અને પછી સિંગાપોર જશે. નવી દિલ્હી જતા પહેલા તેઓ 4 જૂને શાંગરીલા ડાયલોગને સંબોધિત કરશે. આ વર્ષે ભારતની મુલાકાત લેનારા ઓસ્ટિન અમેરિકાના કેબિનેટ સ્તરના ચોથા મંત્રી હશે. આ અગાઉ વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકન, નાણા મંત્રી જેનેટ યેલેન અને વાણિજ્ય મંત્રી જીના રાયમોન્ડો ફેબ્રુઆરી અને માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા.
પીએમ મોદી પણ અમેરિકા જશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનમાં અમેરિકાની મુલાકાતે જશે. આ દરમિયાન 22 જૂને પીએમ મોદી માટે સ્ટેટ ડિનર રાખવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર અમેરિકામાં મોટી સંખ્યામાં લોકો તેમને મળવા માંગે છે. આ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને મોટી સંખ્યામાં વિનંતીઓ મળી રહી છે.