કુતુબ મિનાર પ્રાચીન સમયની વેધશાળા અને વિક્રમાદિત્યએ નિર્માણ કરાવી હોવાનો દાવો
દરવાજો ઉત્તર દિશામાં છે જેનો હેતું ધ્રુવનો તારો જોઇ શકાય તેવો હતો.
આ સ્મારક નિર્માણનો હેતું સૂરજની બદલાતી ગતિને જોવાનો હોવાનો દાવો
વારાણસી,18 મે,2022,બુધવાર
આર્કિયોલોજિકલ સર્વ ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ના એક પૂર્વ અધિકારીએ કુતુબ મીનારને લઇને એક મોટો દાવો કર્યો છે. આ દાવા અનુસાર કુતુબ મિનારનું નિર્માણ પાંચમી સદીમાં રાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું. આ સ્મારક નિર્માણનો હેતું સૂરજની બદલાતી ગતિને જોવાનો હતો. આથી તે કોઇ મિનાર નહી પરંતુ સનટાવર છે.
કુતુબ મિનાર થોડોક ઢળતો જોવા મળે છે. ઝુકાવ 25 ઇંચ જેટલો છે. 21 જુનના રોજ આ ટાવરમાં અડધો કલાક માટે સૂર્યનો પ્રકાશ જોવા મળતો નથી. આથી આ સ્મારકનો હેતું વેધશાળાની જેમ કરવાનો હોય તેમ જણાય છે. કુતુબ મિનાર એ સાવ અલગ જ પ્રકારનો ઢાંચો છે તેની આસપાસ કોઇ જ મસ્જિદ નથી. કુતુબમિનારનો દરવાજો ઉત્તર દિશામાં છે જેનો હેતું ધ્રુવનો તારો જોઇ શકાય તેવો હતો.
પોતાના દાવા અંગે સાબીતી અને પુરાવો રજૂ કરવા માટે પણ તૈયાર હોવાનું જણાવ્યું છે. વર્તમાન સમયમાં કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ ચાલી રહયો છે ત્યારે કુતુબ મિનાર અંગેના દાવાથી કૂતુહલ જાગ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ દાવો એએસઆઇના પૂર્વ ક્ષેત્રિય નિર્દેશક ધર્મવીર શર્માએ દાવો કર્યો હતો. એક એએસઆઇમાં ફરજના અનેકવાર સર્વે પણ કરાવ્યો હતો. ભાગરુપે તેમના માનવા પ્રમાણે કુતુબ મીનારનું નિર્માણ કુતુલ અલ દીન ઐબક નહી પરંતુ રાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું.