Get The App

ગાયોમાં ગંભીર રોગની સમસ્યા હવે બની રાજકીય ટીકાને પાત્ર

Updated: Aug 8th, 2022

GS TEAM

Google News
Google News

ગાયોમાં ગંભીર રોગની સમસ્યા હવે બની રાજકીય ટીકાને પાત્ર 1 - image

તેલંગાણા, તા. 08 ઓગસ્ટ 2022 શુક્રવાર

સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દરમિયાન પશુઓમાં ખાસ કરીને ગાયોમાં ગંભીર બનેલા આ રોગની સમસ્યાએ રાજકીય રૂપ લીધુ છે. હવે આ રોગ રાજકીય ટીકાને પાત્ર બન્યો છે. 

તેલંગાણાના સ્ટેટ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન (TSREDCO) ના ચેરમેન વાય સતીશ રેડ્ડીએ લમ્પી વાયરસનો ભોગ બનેલી ગાયોના સામૂહિક અંતિમક્રિયામાં બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવો વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. વીડિયો સાથે તેમણે એક ટીકા કરતી પોસ્ટ પણ લખી છે કે 'વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ગાય માતાની આ સ્થિતિ છે'. 

ગાયોમાં ગંભીર રોગની સમસ્યા હવે બની રાજકીય ટીકાને પાત્ર 2 - image

શું છે આ લમ્પી રોગ ?

છેલ્લા કેટલાક સમયથી લમ્પી વાયરસના કારણે ગાયના ટપોટપ મોત થઇ રહ્યા છે. આ રોગનું નામ લમ્પી સ્કિન ડિસિઝ છે. આ એક પ્રકારનો ચેપી રોગ છે જે માત્ર ગાયમાં જ જોવા મળે છે. આ રોગ કેપ્રીપોક્ષ નામના વાયરસથી થાય છે. જે વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

લમ્પી વાયરસ રોગના લક્ષણો

આ રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ ને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખુબજ ઓછો 1 થી 2 ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.

Tags :