ઉત્તર ભારતમાં ચોમાસાનું 15 વર્ષમાં સૌથી મોડું આગમન થશે
10મી જુલાઇ પછી દિલ્હી સહિતના ઉ. ભારતમાં વરસાદની આગાહી
દિલ્હીમાં 1987માં 26 જુલાઇ, 2002માં 19 જુલાઇ, 2006માં 9 જુલાઇએ ચોમાસાની શરૂઆત થઇ હતી
નવી દિલ્હી : આ વર્ષે ચોમાસાનું આગમ બહુ જ મોડુ થવા જઇ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત 10મી જુલાઇ પછી થશે, છેલ્લા 15 વર્ષમાં આ વર્ષે સૌથી મોડુ ચોમાસુ શરૂ થવા જઇ રહ્યું છે. જેને પગલે કૃષી ક્ષેત્રે મોટી અસર જોવા મળી શકે છે અને પહેલાથી જ અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા ખેડૂતોની સિૃથતિ વધુ કફોડી થઇ શકે છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે 10મી જુલાઇ પછી દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસૃથાનના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. ઉત્તરપૂર્વમાં પણ 10મી તારીખ પછી વરસાદને લાયક વાતાવરણ તૈયાર થવાની શક્યતાઓ છે.
એટલે કે આ સપ્તાહના અંત સુધીમાં મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. આઇએમડીના હેડ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું હતું કે દિલ્હીમાં 2012માં 7મી જુલાઇએ ચોમાસાનું આગમન થયું હતું, જે પહેલા 2006માં તેનાથી પણ મોડુ 9મી જુલાઇએ ચોમાસુ શરૂ થયું હતું. 2002માં 19મી જુલાઇ જ્યારે સૌથી મોડા 26મી જુલાઇએ ચોમાસાનું આગમન 1987માં થયું હતું.
તેથી આ વર્ષે ચોમાસાના આગમનમાં મોડુ થવા બાબતે 15 વર્ષનો રેકોર્ડ તુટી શકે છે. કેરળમાં ચોમાસુ સામાન્ય રીતે જુનના પ્રથમ સપ્તાહે જ શરૂ થઇ જતું હોય છે, જે બાદ જુનના અંત સુધીમાં સમગ્ર દેશમાં તે પહોંચી જતું હોય છે. જોકે આ વર્ષે તેમાં બહુ જ મોડુ થઇ રહ્યું છે. સામાન્ય રીતે દિલ્હીમાં ચોમાસુ સામાન્ય રીતે 27મી જુન સુધી આવી જતું હોય છે.