Get The App

કોણે અને કઈ રીતે કરી પતંગની શોધ? 13મી સદીમાં માર્કોપોલોએ યુરોપ પહોંચાડી, જાણો ઈતિહાસ

માર્કોપોલોના ભારત તથા એશિયા ખંડની સમૃધ્ધિના વર્ણનોમાં પતંગનો પણ ઉલ્લેખ

યુરોપના નાવિકો પતંગકળા શીખીને યુરોપ લઇ ગયા હતા.

Updated: Jan 14th, 2025

GS TEAM

Google News
Google News
Makar Sankranti in 2025



Makar Sankranti 2025 : પતંગની શોધએ ચીનની દેણ છે. ઇસુના જન્મ પહેલાની પાંચમી સદીમાં ચાઇનિઝ ફિલોસોફર મોઝી અને લૂ બાને કરી હોવાનું ચીનના ઇતિહાસમાં નોંધાયું છે. ભારતમાં રામાયણ,મહાભારત જેવા પ્રાચિન મહાકાવ્યોમાં પતંગનો ઉલ્લેખ મળે છે પરંતુ તેની શોધ કોને કરી તે જાણવા મળતું નથી. ચીનના પતંગ શોધક મોઝીએ બાળકોને શાળાના નિરસ ભણતરમાંથી બહાર કાઢીને ચાઇનીઝ સંસ્કૃતિ શીખવવા માટે ગમ્મત ખાતર શિલ્ક કાપડમાંથી બનાવેલી પતંગ ઉડાડી હતી.


જયારે લુબાન લાકડાના પડમાંથી પક્ષીઓ બનાવીને હવામાં ઉડાડતો હતો. ઇસ 549માં  પહેલી વાર કાગળમાંથી પતંગ બનાવવામાં આવી હતી. જેનો ઉપયોગ રેસ્કયુ ઓપરેશનમાં સંદેશો પાસ કરવા માટે થતો હતો. ચીની લોકો હવામાન,પવનની ગતિ અને દિશા જાણવા માટે પણ પતંગનો પ્રાચિન સમયમાં ઉપયોગ કરતા હતા. ચીનમાંથી ભારતમાં પતંગનું આગમન થયું હોવાનું કેટલાક માને છે. ભારતમાંથી ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, મલાયા,બોનિયો અને ન્યુઝીલેન્ડ સુધી પતંગનો શોખ વિસ્તર્યો હતો. ભારતમાં ધાર્મિક અને જયોતિષની દ્વષ્ટીએ મકરસંક્રાતિ તહેવારનું મહત્વ વધારે હતું.

કોણે અને કઈ રીતે કરી પતંગની શોધ? 13મી સદીમાં માર્કોપોલોએ યુરોપ પહોંચાડી, જાણો ઈતિહાસ 2 - image

યુરોપના ખલાસીઓ નવીનતા દેખાડવા માટે પતંગ લઇ જતા 

13મી સદીમાં યુરોપના પ્રવાસી માર્કોપોલોએ ભારત તથા એશિયા ખંડની સમૃધ્ધિના વર્ણનો કર્યો તેમાં પતંગનો પણ ઉલ્લેખ કર્યો હતો.16મી સદીમાં દરિયાકાંઠાના નાવિકો પાસેથી યુરોપના નાવિકો સાથે પતંગકળા શીખીને યુરોપ લઇ ગયા હતા. યુરોપમાં કુતુહલવશ 18મી સદીમાં પતંગનો ઉપયોગ હવાનું દબાણ અને વૈજ્ઞાનિક સંશોધનોમાં થવાની શરુઆત થઇ હતી

અમેરિકાના બેન્જામિન ફેન્કલિન ઉપરાંત વિમાનના શોધક રાઇટ બંધુઓએ પણ વૈજ્ઞાનિક પ્રયોગ માટે પતંગ ચગાવી હતી.ગ્લાઇડરની શોધમાં પણ પતંગનું વિજ્ઞાન સમાયેલું છે.૧૮૬૦ થી 1910 સુધી થયેલો શોધ અને સંશોધનોમાં પતંગનો ઉપયોગ જોતા પતંગનો તે ગોલ્ડન સમય હતો. મિટિરીયોલોજી, એરોનોટિકસ, કમ્યુનિકેશન,વાયરલેસની શોધમાં પણ પતંગ કામ લાગી હતી. બ્રિટિશરોએ બીજા વિશ્વયુધ્ધમાં જહાજોનું રક્ષણ કરવા માટે માણસ જેવા આકારની પતંગો ઉડાડી હતી.