Get The App

સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલના પ્રપૌત્ર ભાજપમાં જોડાયા, દક્ષિણમાં કોંગ્રેસને સતત ત્રીજો આંચકો

ભાજપમાં જોડાઈ ગયા બાદ કેસવને કહ્યું કે હું દુનિયાની સૌથી રાજકીય પાર્ટી ભાજપમાં મને સામેલ કરવા બદલ આભાર વ્યક્ત કરવા માગુ છું

કેસવન પહેલા અનિલ એન્ટોની અને તેમના પછી આંધ્રપ્રદેશના પૂર્વ અને છેલ્લા સીએમ કિરણ કુમાર રેડ્ડી ભાજપમાં જોડાઈ ગયા હતા

Updated: Apr 8th, 2023

GS TEAM


Google News
Google News
સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલના પ્રપૌત્ર ભાજપમાં જોડાયા, દક્ષિણમાં કોંગ્રેસને સતત ત્રીજો આંચકો 1 - image

image : Twitter


કોંગ્રેસના પૂર્વ નેતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીના પ્રપૌત્ર સી.આર.કેસવન ભાજપમાં જોડાઈ ગયા છે. તાજેતરમાં કેસવને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું. આજે ભાજપમાં જોડાઈ ગયા બાદ કેસવને કહ્યું કે હું દુનિયાની સૌથી રાજકીય પાર્ટી ભાજપમાં મને સામેલ કરવા બદલ આભાર વ્યક્ત કરવા માગુ છું. ખાસ કરીને એ દિવસે જ્યારે આપણા પીએમ તમિલનાડુમાં છે. 

રાજીનામુ આપતા શું કહ્યું ... 

પૂર્વ કોંગ્રેસ નેતાએ કહ્યું કે પીએમ મોદીની જન-કેન્દ્રીત નીતિઓ, ભ્રષ્ટાચારમુક્ત શાસન અને સુધારા-આધારિત સમાવેશી વિકાસ એજન્ડાએ ભારતને એક નાજુક અર્થતંત્રમાંથી દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી દીધી છે. તેમણે કહ્યું કે હું પીએમના કાર્યોથી જ પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયો છું. 

23 ફેબ્રુઆરીએ રાજીનામુ આપ્યું હતું 

કેસવને 23 ફેબ્રુઆરીએ કોંગ્રેસમાંજી રાજીનામુ આપ્યું હતું. તેમણે ટ્વિટર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેને રાજીનામુ શેર કરતા કહ્યું હતું કે પાર્ટીએ મારા બે દાયકાથી વધુના સમર્પણ સાથે કરાયેલા કામની કોઈ કદર કરી નથી. જેના લીધે મારે આ પગલું ભરવું પડ્યું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને 3 દિવસમાં 3 આંચકા લાગ્યા છે. કેસવન પહેલા ગુરુવારે કેન્દ્રીયમંત્રી એ.કે.એન્ટોનીના દીકરા અનિલ એન્ટોની અને તેમના પછી શુક્રવારે અવિભાજિત આંધ્રપ્રદેશના પૂર્વ અને છેલ્લા સીએમ કિરણ કુમાર રેડ્ડી ભાજપમાં જોડાઈ ગયા હતા. 

Tags :