પૂર્વોતરમાં બની શકે છે પ્રથમ મહિલા મુખ્યમંત્રી, રાજકીય વર્તુળોમાં કેન્દ્રીય મંત્રીના નામની ચર્ચા
ત્રિપુરામાં ભાજપે બહુમત સાથે જીત મેળવી છે
ત્રિપુરામાં ડાબેરીઓના ગઢમાં ભગવો લહેરાવ્યો છે
Image : Twitter |
અમદાવાદ, 05 માર્ચ 2023, શનિવાર
ત્રિપુરામાં ભાજપે ફરી એકવાર પૂર્ણ બહુમત સાથે જીત મેળવી છે. ત્રિપુરાના સીએમ કોણ બનશે તે અંગે સસ્પેન્સ ચાલુ છે. ત્રિપુરામાં સીએમ કોણ બનશે તે અંગે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે આ વખતે ત્રિપુરની કમાન મહિલાના હાથમાં સોંપાઈ શકે છે. જો આમ થશે તો તે ત્રિપુરામાં જ નહી પણ પૂર્વોતરમાં પ્રથમવાર કોઈ મહિલા મુખ્યમંત્રી બનશે. રાજકીય વર્તુળોમાં મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય મંત્રીના નામની ચર્ચા થઈ રહી છે.
કેન્દ્રીય મંત્રીના નામની ચર્ચા
ત્રિપુરામાં 32 બેઠકો જીતીને ભાજપે ભવ્ય જીત મેળવી છે. આ જીત સાથે જ મુખ્યમંત્રીન નામની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ત્રિપુરાને આ વખતે પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી પદની રેસમાં કેન્દ્રીય સશક્તિકરણ અને સામાજિક ન્યાય રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિકનું નામ સૌથી આગળ છે અને તે ત્રિપુરાના મુખ્યમંત્રી બની શકે છે જો કે હાલ સીએમ કોણ બનશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી.
શું કહ્યું પ્રતિમા ભૌમિકે ?
સીએમ બનવાના સમાચાર પર પ્રતિમા કહે છે કે પાર્ટી જે કહેશે તે કરશે. તેમણે કહ્યું કે અમે પાર્ટીના સમર્પિત કાર્યકર્તા છીએ. પાર્ટી આપણી માતા છે. પ્રતિભા ધાનપુર વિધાનસભા બેઠક પરથી જીતી છે અને તેને ડાબેરી મોરચાના ગઢ તરીકે જોવામાં આવે છે. બીજી તરફ જો પ્રતિમા ભૌમિકને સીએમ બનાવવામાં આવશે તો તે માત્ર ત્રિપુરાના જ નહીં પરંતુ પૂર્વોત્તરના ઈતિહાસમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનશે.
જાણો કોણ છે પ્રતિભા ભૌમિક?
પ્રતિભા ભૌમિકે વિધાનસભા ચૂંટણીમાં 42.25 ટકા મતો મેળવીને ધાનપુર બેઠક પર જીત મેળવી હતી. તેણે કુલ 19,148 વોટ મળ્યા હતા. આ પહેલા ભાજપમાંથી 2019માં સાંસદની ટિકિટ મળ્યાના બે વર્ષ બાદ જુલાઈ 2021માં તેમણે કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા હતા. પ્રતિભા સાયન્સ ગ્રેજ્યુએટ છે અને 1991માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. પાર્ટીમાં જોડાયાના એક વર્ષ બાદ તે બીજેપી સ્ટેટ કમિટીના સભ્ય બન્યા હતા. ત્રિપુરામાં પ્રતિમા ભૌમિક પ્રતિમાં દીના નામથી ઓળખાઈ છે.