દુનિયાના સૌથી મોંઘા શાકની કિંમત રૂપિયા 85,000 કિલો


- હોપ શુટ્સની ખેતી યુરોપમાં મોટાપાયે કરાય છે 

- અનેકવિધ ઔષધીય ગુણોને કારણે તે વિશ્વનું સૌથી મોંઘુ શાક બની ગયું છે 

નવી દિલ્હી : ભારતમાં શાકભાજીના ભાવ વધતા સામાન્ય લોકોના બજેટ ખોરવાઈ જતા હોય છે. સામાન્ય માણસ અહીં શાકભાજીના ૫-૬ રૂપિયા ઓછા કરાવીને પણ આનંદ લેતો હોય છે, ત્યારે યુરોપમાં મળતા સૌથી મોંધા શાકે લોકોનું ધ્યાન પોતાનું તરફ ખેચ્યું છે. અહીં શાક ૧૦૦,૨૦૦ નહીં પરંતુ ૮૫,૦૦૦ રૂપિયે કિલો વેચાય છે. 

મળતી માહિતી અનુસાર, વિશ્વના સૌથી મોંધા શાકની ખેતી યુરોપમાં મોટાપાયે કરવામાં આવે છે. આ શાકની ખેતી કરવાની શરૂઆત ભારતના હિમાચલ પ્રદેશથી થઈ હતી. તેની અંદર આવેલા ઔષધિ ગુણોને કારણે હોપ શુટ્સ નામના શાક માટે લોકો આટલી મોટી રકમ ખર્ચે છે.જાણકારોના મતે, ઔષધિ ગુણોને કારણે તે અનેક બિમારીઓના ઈલાજમાં પણ વપરાય છે. 

એક મેડિકલ સ્ટડી મુજબ, આ શાકનો ઉપયોગ ટીબીની સામે એન્ટિ બોડી બનાવવા માટે થાય છે. આ ઉપરાંત સ્ટ્રેસ, ઊંઘની સમસ્યા, ઘબરાહટ, ચીડીયાપણું, બેચેની અને એડીએચડીના ઈલાજ માટે હોપ શુટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. હોપ શુટ્સનો ઉપયોગ બીયર બનાવવા માટે પણ કરવામાં આવે છે. 

હોપ શુટ્સની ખેતી ખૂબ જ જટિલ છે. તેને કાપવા માટે તૈયાર થતાં ૩ વર્ષ જેટલો સમય લાગે છે. હોપ શુટ્સને તોડવા માટે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. તેના મુખ્ય વૃક્ષમાંથી નાના-નાના બલ્બના આકારનું શાક તોડવામાં મહેનત લાગે છે. સ્વાદમાં તીખા એવા હોપ શુટ્સનો ઉપયોગ યુરોપમાં ઘણી ડિશ બનાવવા ઉપરાંત અથાણું બનાવવા માટે કરવામાં આવે છે. 

City News

Sports

RECENT NEWS