Get The App

'સર્કસ ચલાવી રાખ્યું છે', જયશંકર-જિનપિંગની મુલાકાત મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
'સર્કસ ચલાવી રાખ્યું છે', જયશંકર-જિનપિંગની મુલાકાત મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ 1 - image


Rahul Gandhi On Jaishankar-Jinping meeting : લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે મંગળવારે (15 જુલાઈ) વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત મુદ્દે કટાક્ષ કરી છે. જેમાં રાહુલ ગાંધીએ એસ. જયશંકર પર જિનપિંગને ભારત-ચીન સંબંધો વિશે જાણકારી આપવા મામલે નિશાનો સાધતાં કહ્યું હતું કે, 'તેઓએ દેશની વિદેશ નીતિને નષ્ટ કરવાના ઉદ્દેશ્યથી સંપૂર્ણ રીતે સર્કસ ચલાવી રાખ્યું છે.'

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર લખ્યું હતું કે, 'ચીની વિદેશ મંત્રી આવશે અને મોદીને ચીન-ભારત સંબંધો મામલે હાલની સ્થિતિ અંગે અવગત કરશે. વિદેશ મંત્રી હવે ભારતની વિદેશ નીતિને બરબાદ કરવાના હેતુથી એક સંપૂર્ણ વિકસિત સર્કસ ચલાવી રહ્યા છે. બેઇજિંગમાં શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન જયશંકરે ચીનના રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી શુભકામનાઓ પણ પાઠવી હતી.'

આ પણ વાંચો: બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ!

તેમણે વધુમાં લખ્યું કે, 'જયશંકરે કહ્યું કે, આજે સવારે બેઇજિંગમાં આપણા સાથી એસસીઓ વિદેશ મંત્રીઓની સાથે રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત કરી. જિનપિંગ આપણા દ્વિપક્ષીય સંબંધોમાં હાલના વિકાસથી માહિતીગાર કર્યા. આપણા નેતૃત્ત્વના માર્ગદર્શનને મહત્ત્વ આપે છે. જયશંકર શંધાઈ સહયોગ સંગઠન(SCO)ના વિદેશ મંત્રીની બેઠકમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાતે છે. સોમવારે જયશંકરે તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે બેઠક કરી હતી. જેમાં દ્વિપક્ષીય સંબંધો પ્રતિ દૂરદર્શી દ્રષ્ટિકોણ, સ્થિર અને રચનાત્મક સંબંધ બનાવવાની જરૂરિયાત પર ચર્ચા કરી હતી.'

Tags :