પત્નીના ચરિત્ર પર શંકાના આધારે ડીએનએ ટેસ્ટ થઇ શકે નહી, અદાલતનો આદેશ

નાગપુર,૯ જુલાઇ,૨૦૨૫,બુધવાર
કોઇ પુરુષને પોતાની પત્નીના ચરિત્ર પર શંકા હોય તેના આધારે ડીએનએ ટેસ્ટની માંગણી યોગ્ય ઠરાવી શકાય નહી, ડીએનએ જેવો આનુવાંશિક ટેસ્ટ અસામાન્ય સંજોગોમાં જ કરવામાં આવે છે આ મુજબનો ચુકાદો બોંબે હાઇકોર્ટની નાગપુર પીઠે આપ્યો હતો.પીઠે કહયું હતું કે કોઇ વ્યકિતને પોતાની પત્નીના ચરિત્ર પર શંકા હોય તેના આધારે ડીએનએ પરીક્ષણ થઇ શકે નહી.
આ સાથે જ પારિવારિક કોર્ટ તરફથી નાબાલિગ યુવકના ડીએનડીએ પરીક્ષણના આદેશને રદ્દ કર્યો હતો. પારિવારિક કોર્ટે ફેબુ્આરી ૨૦૨૦માં આદેશ કરીને પિતૃત્વનો નિર્ણય લેવા માટે જીએનએ પ્રોફાઇલિંગ પરીક્ષણ કરવાનો આદેશ કર્યો હતો. પારિવારિક અદાલતે આવો આદેશ આપીને ભૂલ કરી હતી. ન્યાયમુર્તિએ આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે ફેમિલી કોર્ટમાં બાળકનું સૌથી સારું હિત શામાં રહેલું છે તેનો વિચાર કરવાની જરુરિયાત હતી.
સુપ્રિમ કોર્ટના એક આદેશને ટાંકીને પીઠે જણાવ્યું હતું કે ખાસ કરીને કોઇ નાબાલિગ બાળકને લોહીનું પરિક્ષણ આપવા માટે મજબૂર કરી શકાય નહી. હાઇકોર્ટે નોંધ લીધી હતી કે જો પત્નીના ચરિત્ર પર શંકા હોયતો બાળકનું પિતૃત્વ પરીક્ષણ કરવાના સ્થાને કોઇ અન્ય પુરાવાઓથી સાબીત કરવું જોઇએ. આ આદેશ એક વ્યકિતની અલગ રહેતી પત્ની અને તેના ૧૨ વર્ષના સંતાન તરફથી દાખલ કરવામાં આવેલી અરજીના આધારે અપાયો હતો.
.








