મને પ્રખ્યાત કરવા બદલ કૂતરાઓનો આભાર : ન્યાયાધીશ વિક્રમનાથ
કૂતરાઓના કેસથી વિશ્વમાં ખ્યાતી મળી
રખડતા કૂતરાઓનો કેસ મને સોંપવા બદલ હું સીજેઆઇ ગવઇનો આભાર વ્યક્ત કરંુ છું
કેરળના તિરૂવનંતપુરમમાં પશુઓ અને માનવી વચ્ચે ઘર્ષણના વિષય પર વાત કરતા ન્યાયાધીશ વિક્રમનાથે કહ્યું હતું કે મને અત્યાર સુધી કાયદાના ક્ષેત્રમાં કાર્ય બદલ ઓળખવામાં આવતો હતો, પરંતુ હું રખડતા કૂતરાઓનો આભાર વ્યક્ત કરુ છું કે જેમને કારણે હું માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ઓળખાતો થયો.
તેમણે કહ્યું હતું કે દિલ્હીના રખડતા કૂતરાઓનો મામલો મને સોંપવા બદલ મુખ્ય ન્યાયાધીશનો આભાર વ્યક્ત કરું છું.
દિલ્હીમાં રખડતા કૂતરાઓને હટાવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો, આ આદેશમાં સુધારો કરવામાં આવ્યો, સુધારો કરનારી બેંચની આગેવાની ન્યાયાધીશ વિક્રમનાથ પાસે હતી. દિલ્હીના રખડતા કૂતરાઓનો મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો સાથે જ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ સુપ્રીમના આ આદેશના અહેવાલો પ્રકાશિત થયા હતા.