મોટો અકસ્માત: મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 11 લોકોના કરૂણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharastra Thane Accident : મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં આજે સોમવારે સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. મુરબાડ વિસ્તારમાં સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, આ ઘટના સવારે અંદાજે 11:30 વાગ્યાની આસપાસ મુરબાડના ગોવિલી ગામમાં આવેલા રૈતા પુલ પર બની હતી. એક વાન અને સામેની દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટ મિક્સર વચ્ચે સીધી ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વાનમાં સવાર 9 મુસાફરોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, બચાવ દળ અને તબીબી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા 3 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત રૈતા પુલ પર થયો હોવાથી ત્યાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. સ્થાનિક પોલીસ હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહી છે અને મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તંત્ર દ્વારા તપાસ કરાઈ રહી છે કે શું સિમેન્ડ મિક્સરનો ડ્રાઈવર નશામાં હતો કે પછી આ કોઈ ટેક્નિકલ ખામીનું કારણ હતું. મૃતકોના પરિવારજનોને જાણ કરાઈ રહી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.








