India

એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો

By GS TEAM
5 May 20262 mins read
TukuTouch Logo
તમિલનાડુની રાજનીતિમાં સુપરસ્ટાર વિજય થલાપતિની પાર્ટી TVKએ પ્રથમ ચૂંટણીમાં જ 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ફિલ્મોની જેમ રાજકારણમાં પણ પહેલી જ ઇનિંગમાં સુપરહિટ સાબિત થયેલા વિજય થલાપતિ એક સમયે રાજનીતિમાં આવવા પણ નહોતા માંગતા.

Summarized by AI; it may make mistakes. Check important info

એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો
IMAGE - IANS)

Thalapathy Vijay TVK Win: તમિલનાડુની રાજનીતિમાં સુપરસ્ટાર વિજય થલાપતિની પાર્ટી TVKએ પ્રથમ ચૂંટણીમાં જ 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ફિલ્મોની જેમ રાજકારણમાં પણ પહેલી જ ઇનિંગમાં સુપરહિટ સાબિત થયેલા વિજય થલાપતિ એક સમયે રાજનીતિમાં આવવા પણ નહોતા માંગતા.

માતા-પિતા સામે જ કર્યો હતો કોર્ટ કેસ

વર્ષ 2020માં વિજય થલાપતિના પિતા અને જાણીતા ડાયરેક્ટર એસ. એ. ચંદ્રશેખરે વિજયની પરવાનગી વગર 'વિજય મક્કલ અય્યકમ' (VMI) નામની રાજકીય પાર્ટીની નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં તેઓ પોતે મહાસચિવ અને વિજયના માતા શોભા ટ્રેઝરર (કોષાધ્યક્ષ) બન્યા હતા. જ્યારે વિજય થલાપતિને આ બાબતની જાણ થઈ, ત્યારે તેમણે સપ્ટેમ્બર 2021માં સત્તાવાર રીતે જાહેર કર્યું કે તેમને આ યોજનાઓ વિશે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી નહોતી. પોતાના નામે ચાલી રહેલી રાજકીય પ્રવૃત્તિઓથી નારાજ થઈને તેમણે પોતાના માતા-પિતા સહિત 11 લોકો વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે તેમના નામ કે ફેન ક્લબનો રાજકીય ઉપયોગ ગેરકાનૂની ગણાશે, જેના પરિણામે અંતે આ પક્ષને ભંગ કરી દેવામાં આવ્યો હતો.

ફિલ્મી સફર અને 'થલાપતિ'નો ખિતાબ

વિજય થલાપતિએ પોતાના અભિનય પ્રવાસની શરૂઆત પિતા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'વેટ્રી'માં બાળ કલાકાર તરીકે કરી હતી. શરૂઆતી તબક્કે મોટી સફળતા ન મળતા, તેમના પિતાએ વર્ષ 1993માં વિજયકાંતની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'સેંથૂરપાંડી' બનાવી હતી. આ ફિલ્મથી વિજયની ઓળખ એક રોમેન્ટિક અને ફેમિલી એક્ટર તરીકે પ્રસ્થાપિત થઈ. ત્યારબાદ, ધીરે-ધીરે એક્શન અને માસ સિનેમા તરફ વળતા તેમને ચાહકો તરફથી 'થલાપતિ'(કમાન્ડર)નો ખિતાબ મળ્યો અને તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર બની ગયા.

આ પણ વાંચો: ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનરજી? જાણો હારના 5 મુખ્ય કારણો

રાજકારણમાં આવવા અંગે હતી મૂંઝવણ

જોકે વિજય થલાપતિના ચાહકોમાં તેમને લઈને ભારે ઉત્સાહ હતો, પરંતુ તેઓ પોતે રાજકારણમાં આવવા અંગે લાંબા સમય સુધી મૂંઝવણમાં હતા. વર્ષ 2009માં તેમના પિતાએ તેમના માટે ફેન ક્લબ બનાવી હતી, તેમ છતાં વિજય થલાપતિને પોતાના રાજકીય ભવિષ્ય અંગે પૂરો ભરોસો નહોતો. વર્ષ 2021માં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી તમિલનાડુના રાજકારણમાં કોઈ 'શૂન્યાવકાશ' ઊભો ન થાય ત્યાં સુધી તેઓ રાજનીતિમાં આવવા અંગે વિચારશે નહીં. જોકે, આજે તેમની પાર્ટી TVK બે મોટા રાજકીય પક્ષોને પછાડીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે.