Get The App

ટેસ્લાને ભારતમાં શો રૂમ ખોલવો છે પણ મેન્યુફેક્ચરિંગ નથી કરવું, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

Updated: Jun 3rd, 2025

GS TEAM

Google News
Google News
ટેસ્લાને ભારતમાં શો રૂમ ખોલવો છે પણ મેન્યુફેક્ચરિંગ નથી કરવું, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન 1 - image

Tesla India: ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કની ઈલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લા ભારતમાં શો રૂમ ખોલવામાં રસ ધરાવે છે. પરંતુ તેને ભારતમાં (ટેસ્લા ઇન્ડિયા) કારનું ઉત્પાદન કરવામાં રસ નથી. આ નિવેદન ખુદ દેશના કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીનું છે. અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, 'જો ટેસ્લા ભારતના ટેરિફથી બચવા માટે ત્યાં ફેક્ટરી બનાવે છે, તો તે અમેરિકા સાથે અન્યાય થશે.'

એચડી કુમારસ્વામીએ શું કહ્યું?

ભારતમાં ઈલેક્ટ્રિક કારના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે યોજના માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. આ જાહેરાત કરવા માટે સોમવારે (બીજી જૂન) એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, 'મર્સિડીઝ-બેન્ઝ, ફોક્સવેગન-સ્કોડા, હ્યુન્ડાઇ અને કિયા. આ બધા ગ્લોબલ ઇલેક્ટ્રિક ઉત્પાદકોએ પહેલાથી જ રસ દાખવ્યો છે. જ્યારે ટેસ્લા બે શોરૂમ ખોલવા જઈ રહ્યા છે. તેમને ભારતમાં ઉત્પાદન કરવામાં રસ નથી.'

ઈલોન મસ્કે એપ્રિલ 2024માં કહ્યું હતું કે, 'કંપનીની ભારે જવાબદારીઓને કારણે તેમની ભારત મુલાકાત મોડી પડી છે.' અગાઉ ફેબ્રુઆરી 2025માં પીએમ મોદી તેમની યુએસ મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કને મળ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2025માં અમેરિકાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેસ્લાની ભારતમાં લાવવાની યોજનાઓની ટીકા કરી હતી. તેમણે તેને અમેરિકા માટે 'અયોગ્ય' ગણાવ્યું હતું.