Get The App

ભાજપ નેતાનું ઘર ફૂંકી માર્યું, મુખ્યમંત્રીના ઓડિયો પછી ભડક્યો કૂકી સમુદાય, મણિપુરમાં ફરી હિંસા શરૂ

Updated: Sep 1st, 2024

GS TEAM

Google News
Google News
ભાજપ નેતાનું ઘર ફૂંકી માર્યું, મુખ્યમંત્રીના ઓડિયો પછી ભડક્યો કૂકી સમુદાય, મણિપુરમાં ફરી હિંસા શરૂ 1 - image


Manipur news | મણિપુરમાં ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. કુકી સમુદાયે શનિવારે આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ત્રણ રેલીઓ કાઢી હતી. આ રેલીઓમાં લોકો અલગ વહીવટી તંત્રની માંગ પર અડગ દેખાયા. લોકોએ મુખ્યમંત્રી એન બિરેન સિંહની કથિત ઓડિયો ક્લિપનો પણ વિરોધ કર્યો, જેમાં કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. કૂકી સમુદાયના લોકોએ ચુરાચંદપુર જિલ્લાના લેઇશાંગ, કાંગપોકપીના કૈથેલમંબી અને તેંગનોપલના મોરેહમાં રેલીઓ યોજી હતી.

ભાજપ નેતાના ઘરને આગ લગાડી

શનિવારે ચુરાચંદપુર જિલ્લામાં ભાજપના રાજ્ય એકમના પ્રવક્તા માઈકલ લામજાથાંગના પૈતૃક ઘરને અજાણ્યા લોકોએ આગ લગાવી દીધી હતી. હુમલા દરમિયાન તુઇબોંગ સબડિવિઝનના પેનિયલ ગામમાં એક ઘરના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. ગયા અઠવાડિયે પણ આ ઘર પર હુમલો થયો હતો. પોલીસે જણાવ્યું કે ચુરાચંદપુર જિલ્લાના ડેપ્યુટી કમિશનર ધરુણ કુમાર એસએ જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને તપાસ હાથ ધરવા અને શક્ય તેટલી વહેલી તકે રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે પણ લમજથાંગના ઘર પરના "ત્રીજા" હુમલાની આકરી ટીકા કરી હતી. 

મણિપુરમાં બંધ જેવી સ્થિતિ 

ચુરાચંદપુરમાં આ રેલી લેઇશાંગના એંગ્લો કુકી વોર ગેટથી શરૂ થઈ હતી. કુકી-જો સમુદાયના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી રેલીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં તમામ બજારો અને શાળાઓ બંધ રખાઈ હતી. દરમિયાન, કમિશનર (ગૃહ) એન અશોક કુમારે લોકોને વ્યવસાયિક સંસ્થાનો અને ખાનગી સંસ્થાનો ખુલ્લી રાખવા વિનંતી કરી હતી. સેંકડો વિરોધીઓએ રેલીમાં ભાગ લીધો હતો જે કાંગપોકપીની કીથેલમન્બી મિલિટરી કોલોનીથી શરૂ થઈ હતી અને આઠ કિલોમીટરનું અંતર કાપીને જિલ્લા હેડક્વાર્ટરના થોમસ મેદાન સુધી પહોંચી હતી. 

કૂકી સમુદાયના દેખાવકારે શું કહ્યું? 

કાંગપોકપી રેલીમાં હાજર એક દેખાવકાર જી. કિપગેને કહ્યું કે, ‘કૂકી-જો સમુદાયના લોકો કેન્દ્રશાસિત પ્રદેશની માંગને લઈને આ દેખાવ કરી રહ્યા છે. અમે 'વાઈરલ' ઓડિયો ક્લિપનો પણ વિરોધ કર્યો હતો જેમાં વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.  મણિપુર સરકારે દાવો કર્યો હતો કે જાતીય હિંસાથી પીડાઈ રહેલા રાજ્યમાં શાંતિના પગલાને રોકવા અને માહોલ બગાડવાના પ્રયાસ હેઠળ સોશિયલ મીડિયા પર ઓડિયો ક્લિપ ફેલાવઇ હતી તેમાં મુખ્યમંત્રીનો અવાજ હોાવાનો દાવો જુઠ્ઠો છે. 

ભાજપ નેતાનું ઘર ફૂંકી માર્યું, મુખ્યમંત્રીના ઓડિયો પછી ભડક્યો કૂકી સમુદાય, મણિપુરમાં ફરી હિંસા શરૂ 2 - image

Tags :