For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટેલિકોમ મંત્રીએ ભારતના લોકોને કરી મહત્વની અપીલ, માની લેવામાં તમારો ફાયદો, નહીં તો રડશો

છેતરપીંડી રોકવા માટે હાલમાં જ સંચાર સાથી પોર્ટલ શરુ કરવામાં આવી છે.

સંચાર સાથી એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજેંસ પર આધારિત છે

Updated: Jun 6th, 2023

Article Content Image
Image Twitter 

નવી દિલ્હી, તા. 6 જૂન 2023, મંગળવાર 

છેલ્લા કેટલાક મહિનાથી ભારતમાં ઓનલાઈન છેતરપીંડીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અજાણ્યા નંબરથી આંતરરાષ્ટ્રીય નંબર પરથી કેટલાય લોકોના કોલ અને મેસેજ આવતા હોય છે. ઠગો હવે વોટ્સએપ જેવી મેસેજીંગ એપ સુધી પોતાની તાકાત લગાડી પહોચી ગયા છે. આ છેતરપિંડીમાં બેજવાબદાર લોકો છેતરાય છે અને તેમની મહેનતની કમાણી પર  હાથ ફેરવી નાખે છે. તેથી છેતરપિંડીના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે નાગરિકોને "અજાણ્યા નંબરો" પરથી મોબાઈલ ફોનને રીસીવ ન કરવા માટે વિનંતી કરી છે.

સ્પામ કૉલ્સ અને સાયબર છેતરપિંડીઓને રોકવા માટે 'સંચાર સાથી' પોર્ટલ શરૂ

કેન્દ્રીય ટેલિકોમ વિભાગના મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મંત્રાલયે તાજેતરમાં સ્પામ કૉલ્સ અને સાયબર છેતરપિંડીઓને રોકવા માટે સંચાર સાથી પોર્ટલ શરૂ કરવામાં આવી છે. તેમણે લોકોને અનુરોધ કરતા કહ્યું હતું કે તમારા ઓળખીતા હોય તેવા નંબરો પરથી આવતા કોલનો જવાબ આપે. વધુમાં તેમણે કહ્યું કે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે સ્પામ કોલ અને સાયબર છેતરપિંડીના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આમને બ્લેક લીસ્ટમાં નાખવામાં આવ્યા છે

અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતુ કે, ક્યારેક ક્યારેક અજાણ્યા નંબર પરથી આવતા કોલને ઉઠાવા જોઈએ નહી. દરેક નાગરિકને અનુરોધ કરવામાં આવે છે કે માત્ર એવા નંબરોને જવાબ આપો કે જે તમને ઓળખતા હોય. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સ્પેમ કોલ અને સાયબર છેતરપીંડીને રોકવા માટે હાલમાં જ એક સંચાર સાથી નામનું પોર્ટલ શરુ કરવામાં આવી છે. 40 લાખથી વધારે ખોટા સિમ અને 41000 ખોટા 'પોઈન્ટ ઓફ સેલ' એજન્ટોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.

શું છે આ સંચાર સાથી પોર્ટલ

સંચાર સાથી એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજેંસ પર આધારિત પોર્ટલ છે જે યુજર્સને ઓનલાઈન છેતરપીંડીને રોકવામાં મદદ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યુ છે. વિશેષ રુપ ખોવાયેલો ફોન અથવા ચોરી થયેલા ફોનથી સંબંધિત પોર્ટલમાં વ્યક્તિગત ડેટાની સુરક્ષા કરવા માટે લોકોને પોતાના ફોન કનેક્શન પર નિયંત્રણ રાખવા માટે સક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેટલીક સુવિધા આપવામાં આવી છે. સંચાર સાથી પોર્ટલ પર ખોવાયેલા ફોનને પણ ટ્રેક કરી શકાય છે. આ સાથે ફોનને બ્લોક પણ કરી શકાય છે. ભલે પછી તેમા નવુ સિમકાર્ડ નાખેલુ હોય તો પણ તેને બ્લોક કરી શકાય છે. 


Gujarat