Get The App

દક્ષિણ ભારતના મોટા રાજકીય પક્ષમાં ભાઈ-બહેન આમને સામને, ભાજપમાં વિલય કરવાના પ્રયાસનો પણ આરોપ

Updated: May 30th, 2025

GS TEAM

Google News
Google News
દક્ષિણ ભારતના મોટા રાજકીય પક્ષમાં ભાઈ-બહેન આમને સામને, ભાજપમાં વિલય કરવાના પ્રયાસનો પણ આરોપ 1 - image

Telangana Politics News : દક્ષિણ ભારતના મોટા રાજકીય પક્ષ BRSમાં ઉત્તરાધિકારી બનતા માટે ભાઈ-બહેનો સામ સામે આવી ગયા છે. તેલંગણાની રાજકીય પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ની 2023ની વિધાનસભા ચૂંટણીમાં હાર થતા સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો અને હવે પાર્ટીમાં આંતરીક ડખાં ઉભા થયા છે. પાર્ટીના સ્થાપક કે.ચંદ્રશેખર રાવ પુત્ર કે.ટી.રામા રાવને રાજકીય વારસદાર બનાવવા માંગે છે, પરંતુ પુત્રી કવિતાએ જાહેર નારાજગી વ્યક્ત કરી છે. પાર્ટીના આંતરીક સૂત્રોએ કહ્યું કે, BRSના ઉત્તરાધિકારી મામલે કેટીઆરના પુત્ર અને પુત્રી વચ્ચે જે વિવાદ થયો છે, તે માત્ર વિવાદ જ નહીં, એક રાજકીય તોફાનની આગાહી છે. આ વિવાદની અસર બીઆરએસના ભવિષ્યના રાજકારણ પર પડી શકે છે.

કવિતાએ BRSનો વિલય કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો

તાજેતરમાં જ કે.કવિતાએ જાહેરમાં કહ્યું હતું કે, તેમણે BRSનો ભાજપમાં વિલય કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. કવિતાના નિવેદન બાદ કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ અને કહ્યું કે, બીઆરએસ અને ભાજપ વચ્ચે અંદરોઅંદર કોઈને કોઈ ગઠબંધન જરૂર છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, કવિતા જાહેરમાં સંકેત આપી રહી છે કે, પાર્ટી તેની અવગણના કરી રહી છે. એવી પણ ચર્ચા છે કે, તે કેટીઆરને ઉત્તાધિકારી બનાવવાનો વિરોધ કરી રહી છે. હાલ પાર્ટીના કમાન કેટીઆરના હાથમાં છે અને તેઓ સતત પ્રજાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા રહે છે. જ્યારે કવિતાના તીખા પ્રહારો અને સંકેત કહી રહ્યા છે કે, તેઓ કેટીઆરની હીલચાલથી ખુશ નથી.

આ પણ વાંચો : PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી

ચૂંટણીમાં હાર બાદ KTRની સ્થિતિ બદલાઈ

વર્ષ 2023ની વિધાનસભામાં ચૂંટણીમાં બીઆરએસની હાર થયા બાદ અને પાર્ટીના સંસ્થાપક કેસીઆરે મુખ્યમંત્રી પદ છોડવાની નોબત આવી હતી, ત્યારથી કેસીઆર ફાર્મહાઉસમાં રહેતા હોવાની તેમજ વિધાનસભા નજીક ન આવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની ચર્ચા છે. કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં બીઆરએસ-ભાજપ વચ્ચે ગઠબંધનનો આક્ષેપ કર્યો હતો, ત્યારે કેસીઆરએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. હવે કવિતાએ પડદા પાછળની વાતો બહાર લાવતા લોકોને લાગી રહ્યું છે કે, બે પક્ષો વચ્ચે કંઈકો ચાલી રહ્યું છે અને કંઈક છુપાવી રહ્યા હતા.

આ પણ વાંચો : બે કંપની વચ્ચેની ડીલમાં પાકિસ્તાનના PMની એન્ટ્રી થતા ટ્રમ્પ પરિવાર ફસાયો? ડીલની અમેરિકામાં જ તપાસ શરૂ