મુસ્લિમ મહિલાને 'ખુલા' નો સંપૂર્ણ અધિકાર, પતિની મંજૂરી જરૂરી નથી : તેલંગાણા હાઈકોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Telangana High Court: તેલંગાણા હાઈકોર્ટે મુસ્લિમ મહિલાઓના અધિકારો મુદ્દે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે મુસ્લિમ મહિલાઓેને પણ પતિ પાસેથી તલાક (ખુલા) લેવા મંજૂરી આપી છે. જેના માટે પતિની મંજૂરી કે સહમતિની જરૂર પડશે નહીં. મહિલાને ખુલાનો અધિકાર પૂર્ણ અને સ્વતંત્ર છે. જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્ય અને જસ્ટિસ બી.આર. મધુસુદન રાવની ડિવિઝન બેન્ચે આદેશ આપ્યો હતો કે, પત્ની 'ખુલા' ના માધ્યમથી છૂટાછેડા લઈ શકે છે. મુફ્તી તથા દાર-ઉલ-કજાના માધ્યમથી ખુલાનામા (છૂટાછેટા) લેવાની કોઈ જરૂર નથી. કારણકે, તેની ભૂમિકા માત્ર સલાહકારની છે.
હાઈકોર્ટે કહ્યું કે, કોર્ટની એકમાત્ર ભૂમિકા છૂટાછેડા પર ન્યાયિક મહોર લગાવવાની છે. જે બંને પક્ષો માટે બંધનકર્તા છે. ફેમિલી કોર્ટે જોવાનું રહેશે કે, 'ખુલા' ની દલીલ કાયદેસર છે કે નહીં. સમાધાનનો પ્રયાસ કર્યો છે કે નહીં. જો મહિલા મેહર (દહેજ) પાછું લેવાની રજૂઆત કરે તો તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે. આ પ્રક્રિયા સંક્ષિપ્તમાં થવી જોઈએ અને તેમાં કોઈ વ્યાપક સુનાવણી સામેલ કરવી જોઈએ નહીં.
શું હતો મામલો?
આ નિર્ણય એક મુસ્લિમ વ્યક્તિની અપીલ પરથી લેવામાં આવ્યો છે. જેમાં પત્નીએ એક એનજીઓ 'સદા-એ-હક શરઈ કાઉન્સિલ'ની મદદથી ખુલા લીધો હતો. પતિએ ફેમિલી કોર્ટમાં આ છૂટાછેડાને પડકાર્યા હતાં.પરંતુ ફેમિલી કોર્ટે અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે પણ ફેમિલી કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો.
કુરાનનો હવાલો
કુરાનની આયાત 228 અને 229 (ચેપ્ટર II )નો હવાલો આપતાં કોર્ટે કહ્યું હતું કે, ઈસ્લામિક કાયદો પત્નીને લગ્ન તોડવાનો સંપૂર્ણ હક આપે છે. ખુલા માટે પતિની સ્વીકૃતિ જરૂરી નથી. ઈસ્લામિક ગ્રંથોમાં ક્યાંય એવુ લખ્યું નથી કે, જો પતિ સહમત ન હોય તો ખુલા કરી શકે નહીં.








