બિહારમાં ઈન્ડિ ગઠબંધનમાં તિરાડ ! કોંગ્રેસને તેજસ્વી યાદવના નિવેદનથી પડ્યો વાંધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ચાલી રહેલા ભારે રાજકારણમાં ઈન્ડિ ગઠબંધનમાં તિરાડ પડી હોવાની સ્થિતિ જોવા મલી છે. એક દિવસ પહેલા રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે પોતાને ઈન્ડિ ગઠબંધન તરફથી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો હતો, ત્યારે હવે કોંગ્રેસને તેજસ્વીના નિવેદનથી વાંધો પડ્યો છે.
તેજસ્વીએ પોતાને CM ચહેરો જાહેર કરતા કોંગ્રેસને વાંધો પડ્યો
તેજસ્વી યાદવે (Tejashwi Yadav) કહ્યું હતું કે, ‘બિહારમાં હું જ મુખ્યમંત્રીનો ચહેરો છું. આ માટે ઈન્ડિ ગઠબંધન (INDIA Alliance)માં આંતરીક સંમતિ બની ગઈ છે.’ તેજસ્વીના નિવેદન બાદ કોંગ્રેસ મેદાનમાં આવી ગઈ છે. કોંગ્રેસે એવું કહી દીધું કે, ‘બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને એનડીએએ પણ મુખ્યમંત્રી ચહેરો જાહેર કર્યો નથી અને ઈન્ડિ ગઠબંધને પણ નહીં.’ આમ કોંગ્રેસે તેજસ્વીને કડક શબ્દોમાં સંદેશ આપી દીધો છે.
આ પણ વાંચો : 1000 કરોડની લાંચનો આરોપ લાગતા ભાજપના મહિલા મંત્રીએ કહ્યું - 'CM બધુ જાણે છે કે..'
અમે ભાજપને હરાવવા રણનીતિ બનાવી રહ્યા છીએ : બિહાર કોંગ્રેસ
બિહાર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજેશ કુમારે કહ્યું કે, ‘ઈન્ડિ ગઠબંધને હજુ સુધી મુખ્યમંત્રીને ચહેરો જાહેર કર્યો નથી. કોઈ પદ માટે ઉમેદવાર નક્રી કરવો તે ગઠબંધનની પ્રાથમિકતા નથી. અમે ભાજપને હરાવવા માટે રણનીતિ બનાવી રહ્યા છીએ.’ જ્યારે તેજસ્વી યાદવના CM ચહેરા અંગે નિવેદન અંગે પ્રશ્ન કરાતા રાજેશ કુમારે જવાબ આપવાનં ટાળ્યું હતું.
રાહુલને તેજસ્વીને ચહેરો પસંદ નથી : જેડીયુ
તેજસ્વી યાદવના નિવેદન બાદ નીતિશ કુમારની પાર્ટી જનતા દળયુ (JDU)એ પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે, ‘રાહુલ ગાંધીને તેજસ્વી યાદવને ચહેરો પસંદ નથી. રાહુલ વારંવાર બિહાર આવે છે, પરંતુ તેજસ્વીને મળતા નથી. હવે તેજસ્વીની માન ન માન, મેં તેરા મહેમાન જેવી હાલત થઈ ગઈ છે.’








