India

AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું - 'હવે મને ઓળખી જઈશ...'

By GS TEAM
25 Dec 20252 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશની પ્રતિષ્ઠિત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) કેમ્પસમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. કેમ્પસની અંદર ઘૂસીને બાઇક સવાર બે અજાણ્યા શખસોએ એબીકે બોયઝ હાઈ સ્કૂલના કમ્પ્યુટર શિક્ષકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું - 'હવે મને ઓળખી જઈશ...'

Uttar Pradesh Crime: ઉત્તર પ્રદેશની પ્રતિષ્ઠિત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) કેમ્પસમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. કેમ્પસની અંદર ઘૂસીને બાઇક સવાર બે અજાણ્યા શખસોએ એબીકે બોયઝ હાઈ સ્કૂલના કમ્પ્યુટર શિક્ષકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

જાણો શું છે સમગ્ર મામલો

અહેવાલો અનુસાર, 45 વર્ષીય શિક્ષક દાનિશ રાવ રાત્રે 9 વાગ્યાની આસપાસ કેમ્પસમાં અન્ય બે શિક્ષકો સાથે ફરવા નીકળ્યા હતા. તે દરમિયાન મૌલાના આઝાદ લાઇબ્રેરી અને કેનેડી હોલ નજીક બે બાઇક સવાર યુવાનો આવ્યા હતા. ગોળીબાર કરતા પહેલા હત્યારાઓ દાનિશ પાસે ગયા અને કહ્યું, 'તમે મને ઓળખો છો? હવે તમે મને ઓળખી શકશો.' આટલું કહીને હુમલાખોરોએ દાનિશ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી એક ગોળી સીધી તેમના માથામાં વાગી હતી.

આ પણ વાંચો: મધ્યપ્રદેશની દુર્લભ ઘટના, 28 વર્ષીય મહિલાએ એકસાથે 4 બાળકને જન્મ આપ્યો

મેડિકલ કોલેજમાં દાનિશનું કરુણ મોત

લોહીલુહાણ હાલતમાં દાનિશને તાત્કાલિક જેએન મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતા જ એસએસપી (SSP) નીરજ કુમાર જાદૌન સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પ્રોક્ટોરિયલ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે તપાસ શરૂ કરી 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ હત્યા કર્યાં બાદ હવામાં ગોળીબાર કરી દહેશત ફેલાવી હતી અને ફરાર થઈ ગયા હતા. પોલીસે કેમ્પસના તમામ CCTV ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. અંગત અદાવત કે જૂની દુશ્મનીના પાસા પર પણ તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. એસપી સિટી મૃગાંક શેખર પાઠકે જણાવ્યું છે કે આરોપીઓની ઓળખ માટે અનેક ટીમો કાર્યરત છે.

શિક્ષકની હત્યાને પગલે AMU ના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરક્ષિત મનાતા કેમ્પસની અંદર આવી રીતે હથિયારો સાથે ઘૂસીને હત્યા થવી તે સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે. મોડી રાત સુધી પોસ્ટમોર્ટમ હાઉસ અને મેડિકલ કોલેજ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.