Get The App

દિલ્હી એરપોર્ટથી ગાજિયાબાદ અને નોએડા સુધીની ટેક્સીનું ભાડુ 12000 રૂપિયા!

- બસનું ભાડુ પણ સામાન્ય દિવસોમાં ટેક્સીના ભાડા કરતા વધારે

Updated: May 15th, 2020

GS TEAM

Google News
Google News


દિલ્હી એરપોર્ટથી ગાજિયાબાદ અને નોએડા સુધીની ટેક્સીનું ભાડુ 12000 રૂપિયા! 1 - image

નવી દિલ્હી,ત3. 14 મે 2020,ગુરુવાર

લોકડાઉન દરમિયાન યાત્રીઓને દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશલ એરપોર્ટથી નોએડા અને ગાજિયાબાદ જવું મોઘુ નહીં પણ ઘણું મોંઘુ પડશે. ઉત્તર પ્રદેશ રાજ્ય સડક પરિવહન કોર્પોરેશન દ્વારા આ અંગેની ઘોષણા કરતા જણાવવામાં આવ્યું છે કે જો એરપોર્ટથી ટેક્સી લઇને ગાજિયાબાદ અથવા તો નોએડા જવું હશે તો 10થી 12 હજાર રુપિયા ભાડું ચુકવવું પડશે. આ ભાડુ માત્ર 250 કિમીનું છે, જો તેનાથી આગળ જવું હશે તો વધારે ભાડુ આપવું પડશે. આ સર્વિસ એવા લોકો માટે છે જેઓ અત્યાર સુધી બીજા દેશોમાં ફસાયા હતા અને વંદે ભારત મિશન અંતર્ગત પરત આવી રહ્યા છે.

આવા લોકો જડો યુપી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ટેક્સી બૂક કરાવે છે તો તેમને 250 કિમીના 10 હજાર રુપિયા આપવા પડશે, અને એસયુવી ગાડી બૂક કરવે છે તો 12 હજાર આપવા પડશે. 250 કિમી બાદ 50 રુપિયા પ્રતિ કિમીના હિસાબે વધારાનું ભાડુ આપવું પડશે. ટેક્સીમાં ડ્રાઇવર સિવાય બે અન્ય લોકો બેસી શકશે.

આ સિવાય યુપી સરકારે બસોની વ્યવસ્થા પણ કરી છે. પરંતુ તેના માટે પણ ભાડુ તો તોતિંગ આપવું પડશે. નોન એસી બસની અંદર 100 કિમી મુસાફરી કરવાના 1000 રુપિયા આપવા પડશે ચજ્યારે એસી બસમાં 100 કિમી મુસાફરીના 1320 રુપિયા આપવા પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે બસમાં માત્ર 26 લોકો જ બેસી શકશે.આ બસનું ભાડુ સામાન્ય દિવસોમાં જે ટેક્સીનું ભાડુ હોય છે તેના કરતા પણ વધારે છે. 

Tags :