India

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ

By GS TEAM
11 May 20262 mins read
TukuTouch Logo
તમિલનાડુમાં નવી સરકારની રચનાના ગણતરીના કલાકોમાં જ મુખ્યમંત્રી વિજય અને તેમના સહયોગી પક્ષ VCK વચ્ચે મતભેદો સપાટી પર આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં ગીતોના ક્રમ અને રાજ્યના દેવા અંગેના મુખ્યમંત્રીના નિવેદનથી સહયોગી પક્ષના વડા થૌલ થિરુમાવલવન નારાજ દેખાઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ

Tamil Nadu CM Vijay Faces Criticism : તમિલનાડુમાં નવી સરકારની રચનાના ગણતરીના કલાકોમાં જ મુખ્યમંત્રી વિજય અને તેમના સહયોગી પક્ષ VCK વચ્ચે મતભેદો સપાટી પર આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં ગીતોના ક્રમ અને રાજ્યના દેવા અંગેના મુખ્યમંત્રીના નિવેદનથી સહયોગી પક્ષના વડા થૌલ થિરુમાવલવન નારાજ દેખાઈ રહ્યા છે.

ગીતોના ક્રમ પર વિવાદ

થિરુમાવલવને શપથ ગ્રહણ સમારોહમાં પરંપરાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, તમિલનાડુના સરકારી કાર્યક્રમોમાં રાજ્ય ગીત 'તમિલ થાઈ વલથુ' સૌથી પહેલા ગાવાની પરંપરા છે. પરંતુ વિજયના સમારોહમાં સૌથી પહેલા 'વંદે માતરમ' વગાડવામાં આવ્યું, ત્યારબાદ રાષ્ટ્રગીત અને અંતે તમિલ રાજ્ય ગીત વગાડાયું. VCK પ્રમુખે સવાલ કર્યો કે, શું આ નિર્ણય ગવર્નરને ખુશ કરવા માટે લેવામાં આવ્યો હતો?

વિચારધારા પર સવાલ

થિરુમાવલવને TVK ની વિચારધારા પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે, 'વંદે માતરમ' જેવા ગીતને, જેના પર ઘણીવાર ધાર્મિક રંગના આરોપો લાગે છે, તેને તમિલ ગીત કરતા વધુ મહત્ત્વ આપવું તે ચિંતાજનક છે. તેમણે મુખ્યમંત્રી પાસે સ્પષ્ટતા માંગી છે કે શું ભવિષ્યમાં પણ તમિલ રાજ્ય ગીતના સન્માન સાથે આવી જ રીતે બાંધછોડ કરવામાં આવશે?

આર્થિક નિવેદન પર પલટવાર

મુખ્યમંત્રી વિજયે પદ સંભાળતા જ કહ્યું હતું કે અગાઉની સરકાર તમિલનાડુ પર ₹10 લાખ કરોડનું દેવું મૂકી ગઈ છે. આ બાબતે પણ VCK એ વિરોધ નોંધાવતા કહ્યું કે, ફક્ત આંકડા બતાવીને લોકોમાં ડર પેદા કરવો જોઈએ નહીં. દેવાનું મૂલ્યાંકન હંમેશા રાજ્યના જીડીપી (GSDP) ના ગુણોત્તરમાં થવું જોઈએ અને તમિલનાડુનું દેવું હજુ પણ મર્યાદામાં છે.

નિર્ણયોનું સ્વાગત છતાં 'બદલાવ' ની માંગ

જોકે, VCK એ વિજય સરકારના ત્રણ મહત્વના નિર્ણયો - નશામુક્તિ, મહિલા સુરક્ષા અને 200 યુનિટ મફત વીજળીનું સ્વાગત કર્યું છે. તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે તેઓ સરકારની ધર્મનિરપેક્ષતા જાળવી રાખે અને જનતા તથા સહયોગી પક્ષોના મનમાં રહેલી શંકાઓ દૂર કરે.