For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સમોસા ભારતીયોની સૌથી ફેવરિટ વાનગી, પાઉંભાજી અને ગુલાબજાંબુ બીજા નંબરે

Updated: Dec 22nd, 2021

Article Content Image

નવી દિલ્હી, તા. 22. ડિસેમ્બર, 2021 ગુરુવાર

લંચ, ડિનર અને નાસ્તાની વિવિધ વાનગીઓના વૈવિધ્ય માટે ભારત જાણીતુ છે.

દેશની એક ફૂડ ડિલિવરી કંપનીએ 2021માં લોકોએ સૌથી વધારે કઈ વાનગીઓ ઓર્ડર કરી છે તેની જાણકારી જાહેર કરી છે.અને તે પ્રમાણે સમોસા ભારતીયોની 2021માં ફેવરિટ વાનગી રહી છે.જાણકારી પ્રમાણે ફૂડ ડિલિવરી કંપનીને સમોસાના 50 લાખ ઓર્ડર મળ્યા હતા.જે ન્યૂઝીલેન્ડની વસતી જેટલા છે.

સમોસા બાદ પાંવ ભાજીના 21 લાખ અને  ગુલાબ જાંબુના 21 લાખ ઓર્ડર કંપનીને મળ્યા હતા.આમ લોકપ્રિયતામાં આ બંને વાનગીઓ બીજા સ્થાને રહી છે.

બિરયાની હજી પણ લોકપ્રિય છે.આ વર્ષે દર મિનિટે કંપનીને બિરિયાનીના 115 ઓર્ડર મળ્યા હતા.રાતના 10 વાગ્યા પછી લોકો મોટાભાગે ચીઝ ગાર્લિક બ્રેડ, પોપકોર્ન અને ફ્રેન્ચ ફ્રાઈઝ વધારે મંગાવતા હોવાનુ કંપનીનુ કહેવુ છે.

શાકભાજી અને ફળોની વાત કરવામાં આવે તો ટામેટા, કેળા અને ડુંગળી, બટાકા તેમજ લીલા મરચા ટોપ પાંચમાં છે.લોકોએ ઓનલાઈન એટલા ટામેટા મંગાવ્યા હતા કે, તેનાથી 11 વર્ષ સુધી સ્પેનનો ટોમાટિનો ફેસ્ટિવલ આયોજીત કરી શકાય.

આ સિવાય 2021 દરમિયાન લોકોએ ઈન્સ્ટન્ટ નૂડલન્સના 14 લાખ પેકેટ, ચોકલેટના 31 લાખ પેકેટ અને આઈસક્રીમના 23 લાખ ઓર્ડર આપ્યા હતા.

Gujarat