India

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે

By GS TEAM
11 May 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક ઐતિહાસિક અને મહત્ત્વના નિર્ણયો લીધા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે મળી હતી. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે

Suvendu Adhikari Cabinet Decisions: પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક ઐતિહાસિક અને મહત્ત્વના નિર્ણયો લીધા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે મળી હતી. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.

ઘૂસણખોરી અટકાવવા મોટો નિર્ણય

કેબિનેટનો સૌથી મહત્ત્વનો નિર્ણય બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા અંગેનો છે. સરકારે બાંગ્લાદેશ સરહદને અડીને આવેલી જમીન BSF(સીમા સુરક્ષા દળ)ને સોંપવાનો નિર્ણય કર્યો છે જેથી ત્યાં યોગ્ય રીતે ફેન્સિંગ (વાડ) કરી શકાય. જમીન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા આજથી જ શરૂ થઈ જશે અને આગામી 45 દિવસમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. આ નિર્ણયથી બંગાળમાં લાંબા સમયથી ચાલી આવતી ગેરકાયદેસર ઘૂસણખોરીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

કેન્દ્રીય યોજનાઓ અને કાયદાઓનો અમલ

અગાઉની મમતા બેનર્જી સરકાર દ્વારા અટકાવવામાં આવેલી કેન્દ્રીય યોજનાઓને હવે બંગાળમાં લીલી ઝંડી મળી ગઈ છે:

આયુષ્માન ભારત: કેન્દ્રની આ આરોગ્ય યોજના હવે પશ્ચિમ બંગાળમાં પણ લાગુ થશે, જેનાથી ગરીબ પરિવારોને મફત સારવારનો લાભ મળશે.

ભારતીય ન્યાય સંહિતા (BNS): દેશભરમાં અમલી બનેલા નવા કાયદા 'ભારતીય ન્યાય સંહિતા'ને હવે બંગાળમાં પણ સત્તાવાર રીતે લાગુ કરવામાં આવી છે.

વસ્તી ગણતરી (Census): જૂન 2025ના વસ્તી ગણતરી અંગેના કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરિપત્રનો અમલ કરવાની પણ મંજૂરી અપાઈ છે.

શિક્ષિત બેરોજગારોને ભેટ

શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. શાળાના શિક્ષકોની નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોની વયમર્યાદામાં 5 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલું આ વચન પ્રથમ કેબિનેટમાં જ પૂરું કરવામાં આવ્યું છે.