- દોઢ વર્ષ પહેલા પાંચ લાખ રુપિયામાં વેચી દેવાઈ હોવાનો પરત ફરેલી મહિલાનો દાવો
મધ્યપ્રદેશના મંદસૌરમાં લલિતાબાઈ નામની મહિલા જ્યારે જીવતી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી, કારણ કે આ જ મહિલાની હત્યાના આરોપમાં ચાર જણા જેલમાં સજા કાપતા હતા. પોલીસ માટે સવાલ એ હતો કે મહિલા જીવતી આવે તો મર્ડર કોનું થયું. લલિતાના પિતા રમેશ નાનુરામ બાંછડાનાના જણાવ્યા મુજબ તેમના કુટુંબેે ક્ષતવિક્ષત થયેલો મૃતદેહ ને વિવિધ ચિન્હો પરથી તેમની પુત્રીના મૃતદેહ તરીકે ઓળખ્યો હતો. તેના હાથ પરના ટેટુ અને પગ પર બાંધેલા કાળા દોરા પરથી તેના મૃતદેહની ઓળખ કરી હતી. તે મૃતદેહને કુટુંબે લલિતાનો મૃતદેહ માનીને તેના અગ્નિ સંસ્કાર પણ કરી દીધા હતા.
પોલીસે પણ લલિતાના મર્ડરનો કેસ નોંધ્યો હતો અને તેના મર્ડરના આરોપમાં ઇમરાન, શાહરૂખ, સોનુ અને એજાઝની ધરપકડ કરી હતી, તેમને જેલ મોકલી દેવાયા હતા. પણ 18 મહિના પછી લલિતા જીવિત પરત ફરી હતી. તેના પિતા તેને જીવતી જોઈ આંચકો પામ્યા હતા. તેને તરત જ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને સત્તાવાળાઓને તેની જાણકારી આપી હતી.
લલિતાએ તેના ગુમ થવા અંગે જણાવ્યું હતું કે તે શાહરુખ સાથે ભાનુપરા વિસ્તારમાં ગઈ હતી. બે દિવસ રોકાયા પછી તેને શાહરુખ નામની બીજી વ્યક્તિને પાંચ લાખ રૂપિયામાં વેચી દેવાઈ હતી. તેનો દાવો હતો કે તે દોઢ વર્ષથી રહેતી કોટા હતી. તેના પછી તેને ભાગવાની તક મળતા તે તેના ગામ ભાગી આવી. તેણે તેની ઓળખ માટે તેનું વોટર આઇડી અને આધાર કાર્ડ પણ આપ્યું. લલિતાના બે બાળકો પણ છે અને તે માને જીવિત જોઈને ખુશ થઈ ગયા હતા. પોલીસે પછી તેની બધી રીતે ચકાસણી કરીને સુનિશ્ચિત કર્યુ કે આ ખરેખર લલિતા જ છે.


