Get The App

કેન્દ્ર સરકારના સોગંદનામા બાદ આજે વક્ફ મુદ્દે ફરી સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
કેન્દ્ર સરકારના સોગંદનામા બાદ આજે વક્ફ મુદ્દે ફરી સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે 1 - image


Waqf Bill and Supreme Court News :  કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા, જેની સામે સુપ્રીમ કોર્ટમાં ૭૨ જેટલી અરજીઓ થઇ છે. આ અરજીઓમાંથી કેટલીક અરજીઓની સુનાવણી ચાલી રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી કરવા જઇ રહી છે.

આ પહેલા 17 એપ્રિલના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ખાતરી આપી હતી કે સુપ્રીમના આદેશને ધ્યાનમાં રાખીને આગામી સુનાવણી સુધી વક્ફ કાયદામાં કરાયેલા કેટલાક સુધારાઓનો અમલ નહીં કરવામાં આવે. જે બાદ કેન્દ્ર સરકારે એક સોગંદનામુ રજુ કર્યું હતું જેમાં આ તમામ સુધારાઓનો બચાવ કર્યો હતો.

જે સુધારાઓને અટકાવાયા છે તેમાં વક્ફ બાય યૂઝર, અગાઉથી નોંધાયેલ વક્ફ સંપત્તિ કે પછી નોટિફિકેશન દ્વારા વક્ફ જાહેર કરાયેલી સંપત્તિનું ફરી નોટિફિકેશન નહીં થાય કે તેમાં કોઇ હાલ દખલ નહીં અપાય.  સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે 1332 પેજનું વિસ્તૃત સોગંદનામુ દાખલ કર્યું છે અને કહ્યું છે કે વક્ફ કાયદામાં સુધારા સામેની તમામ અરજીઓ ફગાવવામાં આવે, કેમ કે આ કાયદામાં કોઇ જ વાંધાજનક સુધારો નથી કરાયો, કોઇ પણ ધર્મને ઠેસ પહોંચે તેવી જોગવાઇ નથી.

વક્ફ બાય યૂઝર સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવવું હાલ ફરજિયાત નથી કર્યું પરંતુ તે તો વર્ષોથી ફરજિયાત છે. સાથે કેન્દ્રએ કહ્યું હતું કે વક્ફની સંપત્તિ વર્ષ 2013 બાદ બમણી થઇ ગઇ છે. કાયદામાં સુધારો આ સંપત્તિની યોગ્ય રીતે દેખરેખ થાય તેને ધ્યાનમાં રાખી કરાયો છે. હવે સુપ્રીમ કોર્ટ સોમવારે આ મામલે આગળની સુનાવણી હાથ ધરશે.

Tags :