ભક્તોના દાન પર ત્રાટક્યા ચોર! રામ મંદિરમાં 42 દિવસમાં 70 વાર ચોરી, SIT તપાસ બાદ 8ની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayodhya Ram Mandir Donation Theft Case : અયોધ્યા સ્થિત રામ મંદિરમાં દાન ચોરી કેસમાં સતત ચોંકાવનારા ખુલાસો થઈ રહ્યા છે. ઘટનાની તપાસ કરી રહેલી SITએ 27 એપ્રિલથી પાંચ જૂન સુધીના CCTV ફુટેજની તપાસ કરવા મોટો હાથફેરો થયો હોવાની વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન અનેક પુરાવા મળ્યા બાદ કડક કાર્યવાહીઓ શરૂ કરી દેવાઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટીની સીસીટીવીની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાં અનેક પુરાવાઓ હાથ લાગ્યા છે. આ ઉપરાંત ભેટ અને ચઢાવાની ગણતરી માટેના વિશેષ રૂપમમાં રોકડની ગણતરી અને તેના મેનેજમેન્ટમાં અનેક ખામીએ મળી આવી છે.
વહિવટી કામગીરીમાં અનેક ખામીઓ
એસઆઈટીએ પ્રાથમિક તપાસ શરૂ કરી ત્યારે કાઉન્ટિંગ રેકોર્ડ સાચવવાની કોઈ વ્યવસ્થા ન હોવાનું, ભેટ અને ચઢાવાની સામગ્રીનું યોગ્ય કામકાજ ન થતું હોવાનું અને તેની આંતરિક સિસ્ટમ પણ ખૂબ નબળી હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં સુપરવાઈઝર લેવલની જવાબદારીમાં ખૂબ જ અસ્પષ્ટતા મળી આવી છે. એસઆઈટીના તપાસ રિપોર્ટ બાદ 8 લોકોના નામ સાથે એફઆઈઆર અને ટ્રમ્પના જવાબદાર અધિકારીઓના રાજીનામાના અહેવાલો સામે આવ્યા છે. રામ મંદિરમાં રોકડ રકમની ગણતરી અને સંચાલન સહિત તમામ બાબતોમાં ખામીઓ હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત એસઆઈટીએ દાનને લઈને મીડિયામાં ચાલી રહેલા અહેવાલોના અનેક તથ્યોને પાયાવિહોણા ગણાવ્યા છે.
આ પણ વાંચો : રામ મંદિર દાનચોરી વિવાદમાં આઠ લોકોની ધરપકડ, ચંપત રાય સહિત 2 ટ્રસ્ટીનાં રાજીનામા
એસઆઈટીએ 3 વર્ષનો આંતરિક ઓડિટ રિપોર્ટ પણ તપાસ્યો
એસઆઈટીએ 2022થી 2025 સુધીના આંતરિક ઑડિટ રિપોર્ટની પણ તપાસ કરી છે અને તેમાં પણ અનેક ખામીઓ ઉજાગર થઈ છે. દાન સહિતની વ્યવસ્થાનું યોગ્ય સીસીટીવી કવરેજ ન હોવાનું તેમજ સુરક્ષા પ્રોટોકોલ માત્ર કાગળ પર હોવાનો પણ ખુલાસો થયો છે.
SIT તપાસ વચ્ચે ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું
આ મામલાની તપાસ વચ્ચે ટ્રમ્પના સભ્યો ચંપત રાય અને અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. ચંપત રાય રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં મહાસચિવ હતા. આ ઉપરાંત ગુરુવારે 8 લોકોના નામ સાથે FIR નોંધવામાં આવી છે અને તેઓની ધરપકડ પણ કરી લેવાઈ છે. FIRમાં ચંપત રાયના નજીકના કહેવાયા રામશંકર યાદવ ઉર્ફે ટિન્નૂ યાદવ સહિત અનુકલ્પ મિશ્ર, અવિનાશ શુક્લા, કરુણેશ પાંડેય, લવકુશ મિશ્ર, રમાશંકર મિશ્ર, સુભાષ શ્રીવાસ્તવ અને મનીષ યાદવનું નામ સામેલ છે. આ તમામ લોકો સામે ચોરી, ગુનાહિત વિશ્વાસઘાત અને ગુનાહિત ષડયંત્ર સહિત અનેક આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.









