Get The App

કાયદાની નજરે ગુનો પણ સગીરાને યુવક સાથે પ્રેમ: સુપ્રીમ કોર્ટે POCSO કેસના દોષિતની સજા માફ કરી

Updated: May 23rd, 2025

GS TEAM

Google News
Google News
કાયદાની નજરે ગુનો પણ સગીરાને યુવક સાથે પ્રેમ: સુપ્રીમ કોર્ટે POCSO કેસના દોષિતની સજા માફ કરી 1 - image

Supreme Court Judgement On POCSO Act: સુપ્રીમ કોર્ટે POCSO એક્ટ હેઠળ દોષિત વ્યક્તિને સજા આપવાનો ઈનકાર કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ નિર્ણયે POCSO એક્ટમાં એક નવો વળાંક લાવ્યો છે. સજા ન આપવા પાછળનું કારણ પીડિતાની સહમતિ દર્શાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પીડિતાએ ક્યારેય આ ઘટનાને ગુનાના રૂપે જોઈ નથી. 2012માં એક 14 વર્ષીય સગીરાએ પોતાની મરજીથી 25 વર્ષના યુવક સાથે લગ્ન કર્યા હતાં. બાદમાં સગીરાની માતાએ યુવક વિરૂદ્ધ અપહરણ અને બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. યુવકને આ કેસ હેઠળ 2022માં 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ગુનેગાર યુવકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 

પીડિતાને સૌથી વધુ નુકસાન ખુદ સમાજ-કાયદાએ કરાવ્યું

સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, પીડિતા આરોપીને સજાથી બચાવવા માટે પોલીસ અને કોર્ટ સામે સતત સંઘર્ષ કરતી રહી. આ મામલો માત્ર એક કાયદાકીય ચર્ચા નહીં, પરંતુ સમાજનું પ્રતિબિંબ છે. જે આપણી ન્યાય પ્રણાલીની ખામીઓને ઉજાગર કરે છે. પીડિતાને સૌથી વધુ નુકસાન આપણા કાયદા, સમાજ અને પરિવારે કરાવ્યું છે.

આ પણ વાંચોઃ 'જે રીતે અમે લોકોને હત્યા કરવાથી રોકી નથી શકતા એ રીતે...', સુપ્રીમ કોર્ટે કેમ આપ્યું આવું નિવેદન

બંધારણના અનુચ્છેદ 142 હેઠળ સજા નહીં

સુપ્રીમ કોર્ટે દેશના બંધારણના અનુચ્છેદ 142 હેઠળ વિશેષ શક્તિઓનો પ્રયોગ કરી આરોપીને સજા ન આપવાનો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું કે, જ્યારે આ ઘટના બની હતી, ત્યારે સગીરાને સ્વતંત્રપણે નિર્ણય લેવાની તક મળી ન હતી. કારણકે, તેને પરિવારે, સમાજે અને કાયદાએ પહેલાંથી જ દોષિત ઠેરવી દીધી હતી.

કોલકાતા હાઈકોર્ટની ટીપ્પણીઓ પર ફટકાર

સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઈકોર્ટની ટીપ્પણીઓની ટીકા કરી હતી. કોલકાતા હાઈકોર્ટે સગીરાઓને યૌન ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવા સલાહ આપી હતી. તેમજ પીડિતાને શરમમાં મૂકતા રૂઢિવાદી ગણાવી હતી.  

શું કહે છે POCSO એક્ટ

POCSO એક્ટ હેઠળ 18 વર્ષથી ઓછી વયના બાળકોને કોઈપણ પ્રકારના યૌન શોષણ સામે રક્ષણ પૂરૂ પાડવામાં આવે છે. જો સંબંધ સહમતિ સાથે બાંધ્યો હોય તો પણ તેને ગુનો ગણવામાં આવે છે. પરંતુ આ મામલે કોર્ટે સંકેત આપ્યા છે કે, POCSO એક્ટમાં અપવાદો માટે કોઈ સ્થાન નથી. ઘણીવાર બાબત અત્યંત જટિલ હોય છે.


કાયદાની નજરે ગુનો પણ સગીરાને યુવક સાથે પ્રેમ: સુપ્રીમ કોર્ટે POCSO કેસના દોષિતની સજા માફ કરી 2 - image