Get The App

સુપર સ્ટાર રજનીકાંતની પત્ની લતા પર આવી મુસીબત

- 6.2 કરોડ કંપનીને પાછા આપવાનો SCનો આદેશ

- લતાએ એડી બ્યુરો કંપની પાસેથી રૂપિયા લઈને ફિલ્મના રાઈટ બીજી કંપનીને વેચી દીધા

Updated: Feb 20th, 2018

GS TEAM


Google News
Google News
સુપર સ્ટાર રજનીકાંતની પત્ની લતા પર આવી મુસીબત 1 - image

નવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2018 મંગળવાર

સુપર સ્ટાર રજની કાંતની પત્ની લતા પર SCની લાલ આંખ છે.

સુપ્રીમ કોર્ટે સુપરસ્ટાર રજનીકાંતની પત્ની લતા રજનીકાંતને બે અઠવાડિયાની અંદર એડી બ્યુરો કંપનીને 6.2 કરોડ રૂપિયા પાછા આપવાનો આદેશ આપ્યો છે. એડી બ્યુરો કંપનીની એક અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો છે.

અરજીમાં કહ્યુ હતુ કે લતાએ કોચાદઈયા ફિલ્મના ટેલીકાસ્ટ રાઈટના મામલે નકલી સર્ટિફિકેટ લગાવ્યા હતા. કંપનીએ અરજીમાં એ પણ કહ્યું હતુ કે લતાએ દસ કરોડ રૂપિયા લીધા અને ફિલ્મના રાઈટ કોઈ બીજી કંપનીને વેચી દીધા.

લતાને ચાર અઠવાડિયામાં જવાબ આપવો પડશે. કર્ણાટક હાઈકોર્ટે આ અરજીને ફગાવી છે. જે બાદ એડી બ્યુરો કંપનીએ સુપ્રીમ કોર્ટના શરણ લીધા હતા.

Tags :