Get The App

મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક : સુપ્રીમ કોર્ટ

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
Supreme Court on Reserved Category Candidates


Supreme Court on Reserved Category Candidates: સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો અનામત વર્ગનો કોઈ ઉમેદવાર જનરલ કેટેગરી (Open Category) ના કટ-ઓફ કરતા વધુ માર્કસ મેળવે છે, તો તેને શોર્ટ લિસ્ટિંગ વખતે 'ઓપન કેટેગરી'નો ગણવો જોઈએ. રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને યથાવત્ રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, યોગ્યતા ધરાવતા ઉમેદવારોને માત્ર તેમની અનામત શ્રેણી પૂરતા સીમિત રાખી શકાય નહીં. આ ચુકાદાથી સરકારી ભરતીઓમાં 'મેરિટ' ને વધુ પ્રાધાન્ય મળશે અને તેજસ્વી ઉમેદવારો સાથે થતો અન્યાય અટકશે.

શું હતો સમગ્ર મામલો?

ઓગસ્ટ 2022માં રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા જુનિયર જ્યુડિશિયલ આસિસ્ટન્ટ અને ક્લર્ક ગ્રેડ-II ની 2,756 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આ પ્રક્રિયામાં 300 માર્કસની લેખિત પરીક્ષા અને 100 માર્કસની ટાઈપિંગ ટેસ્ટ નક્કી કરવામાં આવી હતી. નિયમ મુજબ, દરેક કેટેગરીમાં ખાલી જગ્યા કરતા 5 ગણા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાના હતા. 

મે 2023માં તેનું પરિણામ આવ્યું, ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી કે SC, OBC, MBC અને EWS કેટેગરીના કટ-ઓફ જનરલ કેટેગરી કરતા પણ ઊંચા ગયા હતા. આ કારણે ઘણા એવા ઉમેદવારો લિસ્ટમાંથી બહાર થઈ ગયા જેમના માર્કસ જનરલ કેટેગરીના કટ-ઓફ કરતા વધારે હતા, પરંતુ તેમની પોતાની અનામત શ્રેણીના ઊંચા કટ-ઓફને કારણે તેઓ ટાઈપિંગ ટેસ્ટ માટે ક્વોલિફાય ન થઈ શક્યા.

હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું વલણ

આ અરજી મુદ્દે રાજસ્થાન હાઈકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે જે ઉમેદવારોએ કોઈ પણ વધારાની છૂટછાટ વગર જનરલ કેટેગરી કરતા વધુ માર્કસ મેળવ્યા છે, તેમને 'ઓપન કેટેગરી' માં જ ગણવા જોઈએ. 

આ અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આ નિર્ણયને યથાવત્ રાખતા કહ્યું કે, ‘ઓપન કેટેગરી એ કોઈ અનામત ક્વૉટા નથી. તે તમામ ઉમેદવાર માટે માત્ર મેરિટના આધારે ખુલ્લી છે. જો કોઈ અનામત વર્ગનો ઉમેદવાર ક્ષમતા પર વધુ માર્કસ લાવે છે, તો તેને જનરલ કેટેગરીમાં જ સ્થાન મળવું જોઈએ.’

નવી ભરતી પ્રક્રિયા પર અસર

આ ચુકાદા બાદ, હવે ભરતી બોર્ડે પહેલા જનરલ કેટેગરીનું મેરિટ લિસ્ટ તૈયાર કરવું પડશે. જે ઉમેદવારો તેમાં સ્થાન પામશે, તેમને અનામત યાદીમાંથી બહાર રાખીને બાકીની અનામત બેઠકો ભરવી પડશે. આ નિર્ણયથી એવા સેંકડો ઉમેદવારોને ફાયદો થશે, જે પ્રતિભાશાળી હોવા છતાં ટેકનિકલ કારણસર ભરતીમાંથી બહાર નીકળી જતા હતા.ષ્ઠતા જાળવી રાખે, તો તેની અનામત કેટેગરીને બદલે ઓપન કેટેગરીમાં જ નિમણૂક મળવી જોઈએ.

મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક : સુપ્રીમ કોર્ટ 2 - image