Get The App

જેલમાંથી બહાર આવશે આસારામ: સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, આ શરતોનું કરવું પડશે પાલન

Updated: Jan 7th, 2025

GS TEAM


Google News
Google News
જેલમાંથી બહાર આવશે આસારામ: સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, આ શરતોનું કરવું પડશે પાલન 1 - image


Asaram Bail Granted: સુપ્રીમ કોર્ટે મંગળવારે (7 જાન્યુઆરી)  દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા છે. 2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે. આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આ સાથે જ કોર્ટે આસારામને નિર્દેશ કર્યો છે કે, તે વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના અનુયાયીઓને નહીં મળે.

આ પણ વાંચોઃ પ્રશાંત કિશોરની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ: વિદ્યાર્થીઓ માટે કરી રહ્યા હતા આંદોલન

આ શરતો સાથે મળી જામીન

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'આસારામને ત્રણ પોલીસકર્મીઓની એસ્કોર્ટ આપવામાં આવશે. તેમાં એવી શરત રહેશે કે, તે પુરાવા સાથે ચેડાં નહીં કરે. ઉપરાંત, તેને પોતાના અનુયાયીઓને સામૂહિક રૂપે મળવાની મંજૂરી નહીં મળે.' નોંધનીય છે કે, આ નિર્ણય ગુજરાતમાં આસારામ દુષ્કર્મ કેસ સાથે સંબંધિત છે. જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, રાજસ્થાનમાં નોંધાયેલા કેસ મામલે તે હજુ પણ કસ્ટડીમાં છે. 

આ પણ વાંચોઃ દિલ્હીમાં 'રાજકીય યુદ્ધ'નો શંખનાદ, આજે જાહેર થશે વિધાનસભા ચૂંટણીની તારીખ

જાન્યુઆરી 2023માં આસારામને 2013ના દુષ્કર્મ કેસમાં સેશન્સ કોર્ટે ગુનેગાર જાહેર કર્યો હતો. આ મામલો એક મહિલાએ નોંધાવ્યો હતો. જે આ અપરાધ સમયે ગાંધીનગર પાસેના આશ્રમમાં રહેતી હતી. 


Tags :