India

રહેમરાહે મળતી નોકરી અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, દિવંગત કમિશનરના દીકરાને નહીં મળે નોકરી

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે રહેમરાહે મળતી સરકારી નોકરી પર મોટો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે એકથી વધુ ઘર અને અનેક એકર જમીન ધરાવતા એક યુવકને પિતાના નિધન બાદ સરકારી નોકરી આપવાનો ઈનકાર કર્યો છે. અરજદારે પોતાના પિતાનું ચાલુ સરકારી નોકરીએ નિધન થતાં રહેમરાહે નોકરી આપવા અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવતા કહ્યું કે, સત્તાવાર ધોરણે તમે રહેમરાહે નોકરી મેળવવાના હકમાં નથી. તેમજ આવી નિમણૂક માટે ઉમેદવારોના જરૂરી માપદંડોનું અનુસરણ કરવુ અનિવાર્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રહેમરાહે મળતી નોકરી અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, દિવંગત કમિશનરના દીકરાને નહીં મળે નોકરી

Supreme Court On Compassionate Appointment: સુપ્રીમ કોર્ટે રહેમરાહે મળતી સરકારી નોકરી પર મોટો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે એકથી વધુ ઘર અને અનેક એકર જમીન ધરાવતા એક યુવકને પિતાના નિધન બાદ સરકારી નોકરી આપવાનો ઈનકાર કર્યો છે. અરજદારે પોતાના પિતાનું ચાલુ સરકારી નોકરીએ નિધન થતાં રહેમરાહે નોકરી આપવા અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવતા કહ્યું કે, સત્તાવાર ધોરણે તમે રહેમરાહે નોકરી મેળવવાના હકમાં નથી. તેમજ આવી નિમણૂક માટે ઉમેદવારોના જરૂરી માપદંડોનું અનુસરણ કરવુ અનિવાર્ય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, કોર્ટે અરજદાર રવિકુમાર જેફના પિતા સેન્ટ્રલ એક્સાઈઝમાં પ્રિન્સિપલ કમિશનર હતા. તેમનું ઓગસ્ટ 2015માં અવસાન થયું હતું. જેથી તેમના દિકરા રવિએ CGST અને સેન્ટ્રલ એક્સાઈઝ (જયપુર ઝોન) રાજસ્થાનમાં ચીફ કમિશનરના કાર્યાલયમાં રહેમરાહે નોકરીની માંગ કરી છે. જસ્ટિસ ઉજ્જલ ભુઈયાં અને જસ્ટિસ મનમોહને આ અરજી ફગાવી દીધી હતી. 

અરજી ફગાવા પાછળનું કારણ

અરજદારના પિતા પાસે બે ઘર, 33 એકર જમીન અને 85 હજાર રૂપિયા માસિક પેન્શન જેવી સંપત્તિ પુત્ર માટે મુકતા ગયા છે. જેથી અગાઉ રાજસ્થાન હાઈકોર્ટ અને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ દ્વારા  રહેમરાહે નિમણૂક માટેની રવિની અરજી ફગાવી દેવામાં આવી હતી. તેમણે વિભાગના દાવાને સમર્થન આપ્યું હતું કે પરિવાર પાસે સુવિધાઓ સાથે રહેવા માટે પૂરતા સંસાધનો છે. જેથી અરજદારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ આ અરજી ફગાવી દીધી છે. 

આ પણ વાંચોઃ જો ઈરાન ખામેનેઈની હત્યા કરે તો ઈરાનના આગામી સુપ્રીમ લીડર કોણ? જાણો ઉમેદવાર અને પ્રક્રિયા વિશે

રહેમરાહે નોકરી માટેના માપદંડો પૂરા થવા જરૂરી

વિભાગ સમિતિએ રહેમરાહે નોકરી માટે 19 અરજદારોના નામ પર વિચારણા કરી હતી. જેમાંથી માત્ર ત્રણને પાત્ર ગણવામાં આવ્યા હતાં. વિભાગે જણાવ્યું હતું કે, રહેમરાહે નોકરીને અધિકાર સ્વરૂપે નહીં, પણ જરૂરિયાતની દ્રષ્ટિએ જોવામાં આવે છે. એવા લોકોના દાવાને મંજૂરી આપી શકાય, જ્યાં વાસ્તવમાં પરિવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હોય. સમિતિએ રવિકુમારના કેસમાં જણાવ્યું કે, દિવંગત સરકારી કર્મચારીના પરિવારમાં પત્ની, અને પુત્ર-પુત્રી છે. બંને સંતાન બેરોજગાર છે. લગ્ન થયા નથી. પરિવાર પાસે ગામડે એક ઘર, 33 એકર ખેતીલાયક જમીન અને જયપુરમાં HIG ઘર છે. પરિવારને મહિને રૂ. 85000 પેન્શન મળી રહ્યું છે. પરિવારની માસિક આવક તેમની આજીવિકા સાથે સામાજિક જવાબદારી પૂરી કરવા માટે પર્યાપ્ત છે.