ઓનલાઈન કંપનીઓ લોકડાઉનમાં બીન જરુરી વસ્તુઓ નહી વેચી શકે, સરકારની સ્પષ્ટતા
નવી દિલ્હી, તા.19 એપ્રિલ 2020, રવિવાર
લોકડાઉન વચ્ચે હાલમાં ઈકોનોમી સુસ્ત છે. કારણકે આવશ્યક સેવા સીવાયના રોજગાર-ધંધા ઠપ છે. આ સંજોગોમાં સરકારે કહ્યુ છે કે, લોકડાઉન દરમિયાન બીન જરુરી સામાનની ઓનલાઈન ડિલિવરી નહી થાય.
લોકડાઉન લાગુ કરાયુ ત્યારે સરકારે જરુરી વસ્તુઓનો સપ્લાય ચાલુ રાખવની વાત કરી હતી. લોકડાઉનમાં અનાજ કરિયાણા, શાકભાજી અને મેડિકલની દુકાનો ખુલ્લી રાખવાની છુટ અપાઈ છે. તો સાથે સાથે ઈ કોમર્સ કંપનીઓને લોકડાઉન દરમિયાન બીન જરુરી સામાન સપ્લાય નહી કરવાનો આદેશ અપાયો છે.
સરકારે તાજેતરમાં નવી ગાઈડલાઈનમાં ઈ કોમર્સ કંપનીઓને બીજી વસ્તુઓ વેચવા માટે થોડી છૂટ આપી હતી. જોકે લોકડાઉન દરમિયાન તેની ડિલિવરી નહી કરી શકાય. નાના વેપારીઓ સરકારના આ નિર્ણયથી નારાજ હોવાનુ મનાય છે અને તેના કારણે જ સરકારે આ સ્પષ્ટતા કરી હોવાનુ લાગી રહ્યુ છે.