સુધીર સુરીની હત્યા : પંજાબમાં ફરીથી આતંકવાદ માથું ઉચકી રહ્યો છે ?
- સુધીર સુરીની હત્યા વ્યક્તિગત દુશ્મનીનું પરિણામ નથી
- પંજાબમાં આતંકવાદ ફરીથી માથુ ઉચકી રહ્યો છે, પંજાબ ફરીથી અગન જ્વાળાઓમાં ધકેલાશે : પંજાબ
નવી દિલ્હી : અમૃતસરમા શિવસેનાના નેતા સુધીર સૂરીની હત્યા પછી ફરીથી કે-ટુ જોડાણ સામે આવ્યું છે. આ કનેકશન લાંબા સમયથી ક્યારેક કાશ્મીરમાં તો ક્યારેક પંજાબમાં ઘાત લગાવી હુમલો કરતો રહ્યું છે. તપાસ દર્શાવે છે કે સુધીર સુરીની હત્યા કોઈ વ્યક્તિગત દુશ્મનીનું પરિણામ નથી, પણ નફરતલક્ષી ટાર્ગેટ કિલિંગનો હિસ્સો છે. આના લીધે પંજાબમાં ફરીથી ખાલિસ્તાની આતંકવાદ માથુ ઉચકી રહ્યો છે તેવા સવાલ પૂછવામાં આવી રહ્યા છે. પંજાબ ફરીથી આતંકવાદની અગનજ્વાળાઓમાં હોમાઈ જશે તેમ પૂછાઈ રહ્યું છે.
સુધીર સુરીની હિંસાના પગલે પંજાબના વાતાવરણમાં ફરીથી ઝેર ગોળાવવાનો ડર સર્જાયો છે. એક તરફ પંજાબમાં સળગતી પરાલીનો ધુમાડો હવા બગાડી રહ્યો છે તો બીજી બાજુ આઇએસઆઇ પંજાબમાં ખાલિસ્તાની વિચારને હવા દેવાનો પ્રયત્ન કરે છે.
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇની કે-ટુ ડેસ્ક પહેલા જ કાશ્મીર અને ખાલિસ્તાનના નામ પર હિંદુસ્તાનમાં ગડબડ ફેલાવવાનો પ્રયત્ન કરી ચૂક્યું છે. આ માટે તે ખાલિસ્તાન અંગે કૂણૂ લાગણી ધરાવનારા લોકોનો અને હિંદુસ્તાનના ગેંગ્સ્ટરોનો એક મોહરાની જેમ ઉપયોગ કરે છે.
આમા એક નામ ગોપાલ ચાવલા છે અને બીજું નામ લખબીરસિંહનું છે. ખાલિસ્તાની નેતા ગોપાલ ચાવલા જે કેટલાય વર્ષોથી પાકિસ્તાનના ખોળામાં બેસીને ભારત સામે ઝેર ઓકે છે. જ્યારે બીજો લખબીરસિંહ ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનવા પ્રયત્ન કરી રહ્યો છે. તે કેનેડામાં છૂપાઇને બેઠો છે. બંનેની ખાસ વાત એ છે કે તેઓ પડદા પાછળ છૂપાઈને હુમલો કરે છે. લોકોને ભડકાવે છે, આગ લગાવે છે, પરંતુ ક્યારેય સામે આવતા નથી.
સુધીર સુરીની હત્યા પછી તેમણે ફરીથી તેમની ઝેર ઓકતી વાતનું પુનરાવર્તન કરતા હત્યારા સંદીપસિંહની પ્રશંસા કરી. પોતાની પોસ્ટમાં ગેંગ્સ્ટર લખબીરે સુધીર સુરીની હત્યા તેના માણસો પાસે કરાવવાની વાત કરી હતી.
લખબીરસિંહનું નામ પંજાબ પોલીસની ઇન્ટેલિજન્સ વિંગ પર થયેલા હુમલામાં આવી પહોંચ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ લખબીરસિંહનો પાકિસ્તાનમાં બેઠેલા હરવિનંદરસિંઘ સાથે જૂનો સંબંધ છે.