પરાક્રમ દિવસ: હત્યા કે અકસ્માત? જાણો શું છે સુભાષ ચંદ્ર બોઝના મૃત્યુનું રહસ્ય
18 ઓગસ્ટ, 1945 ના રોજ તાઈવાનના તાઈપેઈમાં ટેક ઓફ કરતી વખતે પ્લેન ક્રેશ થયું હતું
કહેવાય છે કે સુભાષ ચંદ્ર બોઝ આ વિમાનમાં સવાર હતા અને તેઓ થર્ડ ડિગ્રી બર્નનો શિકાર બન્યા હતા
Netaji Subhash Chandra Bose Death Mystery: આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ છે. સરકારે વર્ષ 2021માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસ 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેમનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી દેવી હતું. તેઓ શ્રીમંત બંગાળી પરિવારના હતા, તેમજ તેમને સાત ભાઈઓ અને છ બહેનો હતા.
નેતાજી સુભાષચંદ્ર બોઝનું જીવન
સુભાષચંદ્ર બોઝ અદભૂત વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે સ્વતંત્ર ભારતનું સપનું જોયું અને તેને સાકાર કરવાના માર્ગે નીકળી પડ્યા. તેમની ગણતરી એ મહાન નેતાઓમાં થાય છે. તેમણે જ અંગ્રેજોની ગુલામીને ફગાવીને આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી. દેશ માટેના તેમના અથાક પ્રયાસોને કારણે જ તેમને નેતાજી કહેવામાં આવે છે. તેમના જીવનના દરેક પાસાઓ સાથે જોડાયેલી ઘણી વાર્તા છે. તેમાંથી ઘણી બાબતો રહસ્યમય રહી છે, ખાસ કરીને જ્યારે તેમના મૃત્યુની વાત આવે છે ત્યારે એ રહસ્ય હજુ પણ અકબંધ છે કે નેતાજીનું મૃત્યુ કેવી રીતે થયું? આટલા વર્ષો પછી પણ આ રહસ્ય યથાવત છે.
નેતાજીનું મૃત્યુ કેવી રીતે થયું?
18 ઓગસ્ટ 1945ના રોજ એક વિમાન દુર્ઘટનામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું અવસાન થયું હતું. જો રિપોર્ટ્સનું માનીએ તો અકસ્માત સમયે તેઓ પ્લેનમાં મંચુરિયા જઈ રહ્યા હતા અને તે પ્લેન રસ્તામાં ગાયબ થઈ ગયું. ઘણી શોધખોળ બાદ પણ પ્લેન વિશે કંઈ જ મળ્યું નથી. આવા સંજોગોમાં આ એક અકસ્માત હતો કે હત્યાનું સુનિયોજિત કાવતરું હતું તે પ્રશ્ન હજુ આજે પણ ઉઠી રહ્યો છે.
જાપાન સરકારે આપ્યું આ નિવેદન આપ્યું
જાપાનની એક સંસ્થાએ આ દુર્ઘટના બાદ 23 ઓગસ્ટના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝના વિમાનને તાઈવાનમાં અકસ્માત થયો હતો અને તે જ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયાના સમાચાર જાહેર કર્યા હતા. ત્યારે લોકોએ આ સમાચાર પર વિશ્વાસ કરી લીધો હતો. પરંતુ થોડા સમય પછી જાપાન સરકારે પોતે જ પુષ્ટિ કરી હતી કે તે દિવસે તાઈવાનમાં કોઈ વિમાન દુર્ઘટના નથી થઈ. આ નિવેદન બાદ ફરી એક વખત સવાલો ઉઠવા લાગ્યા છે કે જ્યારે અકસ્માત જ નથી થયો તો નેતાઓ ક્યાં ગયા?
બોઝ પરિવારની જાસૂસી કરવામાં આવી હતી
ઘણા લેખકોના મતે, જવાહર લાલ નેહરુને નેતાજીના મૃત્યુ અંગે શંકા હતી, તેથી તેમને બોઝ પરિવારના પત્રોની જાસૂસી કરાવી, જેથી જો નેતાજી તેના પરિવારનો સંપર્ક કરે તો તેઓ આ અંગે જાણી શકે. એપ્રિલ 2015 માં, આ જ મુદ્દા પરની બે IB ફાઇલો જાહેર થઈ. આ ફાઈલોમાં કહેવામાં આવ્યું છે કે આઈબીએ લગભગ બે દાયકા સુધી નેતાજીના પરિવારની જાસૂસી કરી હતી.
તેમનું મૃત્યુ હજુ પણ એક રહસ્ય
આ મામલો સામે આવ્યા બાદ સરકારે નેતાજીના મૃત્યુ સાથે જોડાયેલી 37 ફાઈલો જાહેર કરી હતી. સુભાષ ચંદ્ર બોઝનું મૃત્યુ તે વિમાન દુર્ઘટનામાં થયું હતું એવું સાબિત થઇ શકે તેવા કોઈપણ પુરાવા આ ફાઈલોમાંથી મળ્યા ન હતા. આજે પણ નેતાજીના સમર્થકો માને છે કે તેઓ આઝાદી સમયે જીવિત હતા, પરંતુ આજ સુધી આ વાતનો કોઈ પુરાવો મળ્યો નથી. આ જ કારણ છે કે 1945માં વિમાન દુર્ઘટના વખતે નેતાજી સાથે શું થયું તે આજે પણ એક રહસ્ય છે. આટલા દાયકાઓ પછી પણ કોઈ એ શોધી શક્યું નથી કે તેમનું મૃત્યુ હત્યા છે કે અકસ્માત...