Get The App

VIDEO: હસતાં હસતાં ભાષણ આપતી વખતે અચાનક આવ્યું મોત, મહારાષ્ટ્રની કોલેજમાં ઢળી પડી હતી વિદ્યાર્થિની

Updated: Apr 6th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: હસતાં હસતાં ભાષણ આપતી વખતે અચાનક આવ્યું મોત, મહારાષ્ટ્રની કોલેજમાં ઢળી પડી હતી વિદ્યાર્થિની 1 - image

Maharashtra News : દેશભરમાં અચાનક હાર્ટએટેક આવવાથી મૃત થતા હોવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં મહારાષ્ટ્રના પરંડા તાલુકાની મહર્ષિ ગુરુવર્ય આર.જી. શિંદે યુનિવર્સિટીની કોલેજના ચાલુ કાર્યક્રમમાં એક વિદ્યાર્થિની અચાનક ઢળી પડે છે. આ ઘટનામાં વિદ્યાર્થિનીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે વિદ્યાર્થિનીની મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

કોલેજના કાર્યક્રમમાં વિદ્યાર્થિનીની અચાનક ઢળી પડી

મહારાષ્ટ્રના પરંડા તાલુકાની મહર્ષિ ગુરુવર્ય આર.જી. શિંદે યુનિવર્સિટીની કોલેજમાં આજે રવિવારે (6 એપ્રિલ, 2025) બપોરના 12:30 એક કાર્યક્રમ યોજાયો હતો. આ વખતે એક ઘટના સર્જાય હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે, સ્ટેજ પર હસતાં હસતાં વિદ્યાર્થિની ભાષણ આપી રહી છે, એટલાં તે પડી જાય છે. જો કે, ત્યારબાદ વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે 20 વર્ષીય વર્ષા ખરાટ નામના વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. 


આ પણ વાંચો: ભગવાન શ્રીરામની વાનરસેનાએ બાંધેલો રામસેતુ આજે પણ ભારતમાં સમુદ્ર પરનો સૌથી મોટો પુલ

મળતી માહિતી મુજબ, વર્ષા BSCના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વર્ષા નાડી સોલાપુર જિલ્લાના માધા તાલુકાના પરાંડ્યા પાસેના ગામની રહેવાસી હતી. તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, વર્ષાને બાળપણથી જ હૃદયરોગ હતો અને સાત વર્ષ પહેલાં તેની ઓપન હાર્ટ સર્જરી થઈ હતી. આ બીમારીની તે દવાઓ પણ લઈ રહી હતી.