India

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર

By GS TEAM
12 Apr 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત માટે ઉર્જા સુરક્ષાના મોરચે મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ, જે વિશ્વનો સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ગણાય છે, ત્યાંથી ભારતનું બીજું LPG ટેન્કર ‘જગ વિક્રમ’ (JAG VIKRAM) સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. આ સાથે જ શનિવારે એક જ દિવસમાં કુલ 16 જહાજોએ આ માર્ગ પાર કર્યો છે, જે વૈશ્વિક બજાર માટે હકારાત્મક સંકેત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર

Strait of Hormuz: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત માટે ઉર્જા સુરક્ષાના મોરચે મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ, જે વિશ્વનો સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ગણાય છે, ત્યાંથી ભારતનું બીજું LPG ટેન્કર ‘જગ વિક્રમ’ (JAG VIKRAM) સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. આ સાથે જ શનિવારે એક જ દિવસમાં કુલ 16 જહાજોએ આ માર્ગ પાર કર્યો છે, જે વૈશ્વિક બજાર માટે હકારાત્મક સંકેત છે.

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આપી માહિતી

કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મહત્વપૂર્ણ સિદ્ધિની જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'ભારતીય ધ્વજ ધરાવતું જહાજ 'જગ વિક્રમ', જેમાં 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર છે, તે 11મી એપ્રિલના રોજ પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે.' આ જહાજ શુક્રવાર રાત અને શનિવાર સવારની વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને હવે ઓમાનના અખાતમાં પહોંચી ગયું છે.

ભારતની ગેસ અછત દૂર કરવામાં મદદ મળશે

‘જગ વિક્રમ’ એક મધ્યમ કદનું ગેસ કેરિયર છે જે આશરે 20,000 ટન LPG (રાંધણ ગેસ) વહન કરી રહ્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતમાં LPG પુરવઠા અંગે જે ચિંતા હતી તે આ સફળતાથી થોડી હળવી થશે. અગાઉ સરકારે સાવચેતીના પગલે હોટલ અને રેસ્ટોરાં જેવા વાણિજ્યિક એકમો માટે LPG સપ્લાયમાં કાપ મૂક્યો હતો, જે હવે ક્રમશઃ પૂર્વવત થવાની આશા છે.

હોર્મુઝ સ્ટ્રેટનું મહત્ત્વ અને વર્તમાન સ્થિતિ

અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામના અમલ બાદ આ માર્ગને આંશિક રીતે ખોલવામાં આવ્યો છે. વિશ્વનું આશરે 20% તેલ અને મોટાભાગનો ગેસ આ જ સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. ભારત તેના 90% ક્રૂડ ઓઈલ, 50% કુદરતી ગેસ અને 60% LPG માટે આયાત પર નિર્ભર છે, જેનો મોટો હિસ્સો આ જ રસ્તેથી આવે છે. જો કે, યુએસ-ઈરાન શાંતિ મંત્રણાના પરિણામો હજુ અનિશ્ચિત છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની નિયમિત અવરજવર શરૂ થવી એ ભારતીય રસોડા અને અર્થતંત્ર બંને માટે અત્યંત આશાસ્પદ સમાચાર છે.