Get The App

હું મારે અધિકાર નહી છોડીશ, શમ્મી માફી માંગે: હસીન જહાં

- મહમ્મદ શમીની પત્નિ હસીન જહાં પતિના ઘરે પરત આવી

- પોતાના વકિલ અને દિકરી આયરા સાથે શમીના અમરોહા સ્થિત ઘરે પહોંચી

Updated: May 6th, 2018

GS TEAM

Google News
Google News
હું મારે અધિકાર નહી છોડીશ, શમ્મી માફી માંગે: હસીન જહાં 1 - image

નવી દિલ્હી, તા. 06 મે 2018, રવિવાર

મહમ્મદ શમી અને તેની પત્નિ હસીન જહાંના વિવાદે નવો વળાંક લીધો છે. શમીની પત્નિ હસીન જહાં પોતાના વકિલ અને દિકરી આયરા સાથે મહમ્મદ શમીના અમરોહા સ્થિત ઘરે પહોંચી હતી. તે પોતાની સાથે પોતાનો સામાન પણ લાવી હતી.

મહમ્મદ શમીના ઘરે તાળું હોવાથી પોતાનો સામાન તેણે પાડોશીના ઘરે રાખવો પડ્યો હતો.તે ઘરે પહોંચતા પહેલાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચીને પોતાને જીવનું જોખમ હોવાનું જણાવી પોલીસ તપાસની માંગ કરી. જેના થોડાં સમયબાદ મહમ્મદ શમીના ઘરે પોલીસ પહોંચી હતી.

હસીન જહાંએ કહ્યું કે, તે કોઇ પણ સ્થિતીએ શમી સાથેનો સંબંધ તૂટવા નહી દેશે. મારું પોતાનું ઘર હોવા છતાં મારી દિકરી તડકામાં બહાર બેઠી છે. અમારે બીજાના ઘરમાં બેસવું પડે છે. શમી અને તેના ઘરવાળાનો વ્યવહાર યોગ્ય નથી. મારો અધિકાર છે અને હું તેને કોઇ પણ છીનવવા નહી દઉં. શમીએ જે ભૂલ કરી છે તેનો સ્વીકાર કરે અને મારી માફી માંગે. જે દિવસે તે મારી માફી માંગશે મારું ઘર તુટવાથી બચી જશે.

Tags :