Get The App

VIDEO: કોંગ્રેસમાં એવા ઘણા લોકો છે જે નવા ચહેરાને આગળ નથી આવવા દેતા: મુમતાઝ અહેમદ પટેલ

Updated: Mar 8th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: કોંગ્રેસમાં એવા ઘણા લોકો છે જે નવા ચહેરાને આગળ નથી આવવા દેતા: મુમતાઝ અહેમદ પટેલ 1 - image


Mumtaz Patel statement : રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, ત્યારે આજે શનિવારે (8 માર્ચ, 2025) કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારો અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી પોતાના જ નેતાઓ પર આકરા પ્રકારો કર્યા હતા અને ભાજપ માટે અંદરથી કામ કરી રહેલાને કાઢી મૂકવા પડે તો હાંકી કાઢવાની વાત કરી હતી. તેવામાં કોંગ્રેસ નેતા અને અહેમદ પટેલની પુત્રી મુમતાઝનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, 'એવું કોણ છે જે યોગ્ય લોકોને પાર્ટી સાથે સામેલ થવા દેતા નથી, તેવા લોકોને રાહુલ ગાંધી તમે ઓળખ કરો. અમને મોકો આપવામાં નથી આવી રહ્યો. 77 માંથી 17 બેઠક થઈ તેમ છતાં કોઈના પેટનું પાણી હલતું નથી...'

'અમને રોકવામાં આવી રહ્યા છે...'

મુમતાઝે કહ્યું કે, 'અમને રોકવા માટે એવા કેટલાય લોકો છે, જે નથી ઈચ્છતા કે અમે ફ્રન્ટમાં આવીએ. હું રાહુલ ગાંધીને આગ્રહ કરીશ કે યોગ્ય લોકોને ઓળખો. ત્રણ પેઢીથી કોંગ્રેસ પાર્ટી સાથે અમારો પરિવાર રહ્યો છે. ઈમાનદાર, જવાબદાર અને વિશ્વાસુ એ પ્રકારનો અમારો પરિવાર રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે, પૂરી નિષ્ઠાથી કોંગ્રેસ પાર્ટી માટે કાર્ય કરીએ, પરંતુ અમને મોકો આપવામાં આવી રહ્યો નથી. એવા ઘણા લોકો છે જે પોતાના સ્વાર્થ માટે અને આરામદાય પદ પર બેઠા છે. તેઓ નથી ઈચ્છતા કે નવા લોકો-ચહેરા આગળ આવે. જેમાં અમારા જેવા લોકો પણ સામેલ છે. ક્યાકને ક્યાક અમને રોકવામાં આવી રહ્યાં છે... '

આ પણ વાંચો: ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળેલા, કાઢવા પડે તો કાઢી નાંખીશું: રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ગઈકાલે શુક્રવારે રાહુલ ગાંધીએ સ્થાનિકો સાથે મિટિંગ કરીને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આજે શનિવારે (8 માર્ચ) કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારો અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગુજરાતમાં બે પ્રકારના લોકો છે. એક જે જનતા સાથે ઉભા છે, જેના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે અને બીજા તે જે જનતાથી દૂર છે. તેમાંથી અડધા ભાજપ સાથે જોડાયેલા છે. જો આપણે કડક કાર્યવાહી કરવી પડી અને 10, 15, 20, 30 લોકોને કાઢી મૂકવા પડે તો હાંકી કાઢવા જોઈએ. ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છો, તો જાવ બહારથી કામ કરો. ત્યાં તમને સ્થાન નહી મળે, તે તમને બહાર ફેંકી દેશે.' 



Tags :