Get The App

યુપીમાં મોટી દુર્ઘટના: જૈન માનસ્તંભ પરિસરમાં સ્ટ્રક્ચર ધરાશાયી થતાં સાતના મોત, 80 ઈજાગ્રસ્ત

Updated: Jan 28th, 2025

GS TEAM

Google News
Google News
Nirvana Mahotsav Stage Collapse

Nirvana Mahotsav Stage Collapse: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બદૌત શહેરમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. જેના કારણે 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 80 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. 

65 ફૂટ ઊંચું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું

મળતી માહિતી મુજબ, આ દુઃખદ અકસ્માત બદૌત શહેરના ગાંધી રોડ પર થયો હતો. શ્રી દિગંબર જૈન ડિગ્રી કોલેજના મેદાનમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું. મંગળવારે અહીં નિર્વાણ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેના માટે 65 ફૂટ ઊંચું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. માનસ્તંભમાં બેઠેલી મૂર્તિને અભિષેક કરવા માટે સ્થાપિત સીડીઓ પર ભક્તો ચઢવા લાગ્યા કે તરત જ તે ધરાશાયી થઇ ગયું હતું. જેના કારણે 80 થી વધુ ભક્તો નીચે દટાયા અને 7 મૃત્યુ પામ્યા. 

2 મહિલાઓ સહિત 5 લોકોના મોત 

અકસ્માત થતાં જ શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ મૃતકોમાં 2 મહિલાઓ સહિત 5 લોકોનો સમાવેશ થાય છે. માહિતી મળતાં જ એસપી બાગપત અર્પિત વિજયવર્ગીય પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત કાર્ય શરૂ કર્યું.

આ પણ વાંચો: દર ચોથી મિનિટે એક સ્પેશિયલ ટ્રેન, મહાકુંભમાં અમાસના દિવસે 10 કરોડ ભક્તો લગાવશે ડૂબકી: તંત્રની ખાસ તૈયારી

સીએમ યોગીએ ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર આપવા આપી સૂચના 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાગપત જિલ્લામાં અકસ્માતની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી.

યુપીમાં મોટી દુર્ઘટના: જૈન માનસ્તંભ પરિસરમાં સ્ટ્રક્ચર ધરાશાયી થતાં સાતના મોત, 80 ઈજાગ્રસ્ત 2 - image