Get The App

કાશ્મીરમાં બે જવાનોના અપહરણ, એક માંડ બચ્યો પણ બીજાને ગોળીઓથી વીંધી નાખતા ખળભળાટ

Updated: Oct 9th, 2024

GS TEAM

Google News
Google News
કાશ્મીરમાં બે જવાનોના અપહરણ, એક માંડ બચ્યો પણ બીજાને ગોળીઓથી વીંધી નાખતા ખળભળાટ 1 - image

Jammu and Kashmir News | દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના શાંગસ અને કોકરનાગમાં આતંકીઓએ કથિતરૂપે જંગલમાં પેટ્રોલિંગ કરતાં ટેરેટોરિયલ આર્મીના બે જવાનોનું અપહરણ કરી લીધું હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા હતા. જો કે એક જવાન કોઈ રીતે આતંકીઓનીના ચુંગાલથી મુક્ત થવામાં સફળ રહ્યો હતો પરંતુ બીજા જવાનનો ગોળીઓથી વીંધી નાખેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. 

એક જવાન કોઈ રીતે મુક્ત થયો પણ... 

તેમાંથી એક જવાન કોઈ રીતે ઘાયલ અવસ્થામાં આતંકીઓની ચુંગાલમાંથી મુક્ત થવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક જવાન હજુ પણ આતંકી દ્વારા બંધક બનાવી રખાયો હોવાની માહિતી હતી. તેને મુક્ત કરાવવા માટે સુરક્ષાદળોએ મોટાપાયે એક અભિયાન હાથ ધર્યુ હતું. જો કે હવે બીજાનો મૃતદેહ મળી આવ્યો છે. તેને પર ચપ્પાં વડે પણ હુમલા કરાયા હોય તેવું મૃતદેહ જોઈને લાગે છે. 

કાશ્મીરમાં બે જવાનોના અપહરણ, એક માંડ બચ્યો પણ બીજાને ગોળીઓથી વીંધી નાખતા ખળભળાટ 2 - image