Get The App

જમ્મુ-કાશ્મીર અંગે ભાજપની મોટી જાહેરાત, સહયોગી પક્ષોને લાગશે જોરદાર ઝટકો

Updated: Jul 6th, 2024

GS TEAM


Google News
Google News
જમ્મુ-કાશ્મીર અંગે ભાજપની મોટી જાહેરાત, સહયોગી પક્ષોને લાગશે જોરદાર ઝટકો 1 - image


BJP Plan For Jammu And Kashmir | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગત ગુરુવારે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠકમાં રાજકીય પરિસ્થિતિ અને વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ખાસ કરીને કાશ્મીરમાં ભાજપને મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પાર્ટી 90 બેઠકો પર ચૂંટણી લડશે. જેનાથી તેમના સહયોગી પક્ષોને ઝટકો લાગી શકે છે કેમ કે ભાજપ હવે એકલા ચાલો રેની નીતિ પર જમ્મુ-કાશ્મીરમાં આગળ વધવા માગે છે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપનો આ છે પ્લાન 

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ પોતાના જોરે સરકાર બનાવી શકે તેવી શક્યતાઓને લઈને ચર્ચા ચાલી રહી છે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જમ્મુના પ્રવાસે જશે. તેઓ જમ્મુમાં ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે અમિત શાહ સહિતના રાજ્યના વરિષ્ઠ નેતાઓની રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સાથે નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં બેઠક યોજાઈ હતી. રાત્રે 9 વાગ્યે શરૂ થયેલી આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી.

ભાજપમાં આંતરિક નારાજગી વધી? પૂર્વ CM વસુંધરા રાજેના નિવેદન બાદ રાજકારણ ગરમાયું

ભાજપ કરશે બેઠક  

તેમાં જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રમુખ રવિન્દ્ર રૈના, રાજ્યના મહાસચિવ અશોક કૌલ, કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ, સાંસદ જુગલ કિશોર શર્મા અને ગુલામ અલી ખટાના પણ હાજર હતા. પ્રદેશ ભાજપ મહાસચિવ અશોક કૌલે કહ્યું કે આજે જમ્મુમાં જેપી નડ્ડાની અધ્યક્ષતામાં રાજ્ય ભાજપના વિવિધ એકમોના અધિકારીઓની બેઠક યોજાશે. જેમાં પાર્ટીની ભાવિ રણનીતિના રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર અંગે ભાજપની મોટી જાહેરાત, સહયોગી પક્ષોને લાગશે જોરદાર ઝટકો 2 - image

Tags :