બીમાર દીકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા પિતા, કારચાલકે ફંગોળી નાખતા બાળકીનું મોત
Accident In Noida: ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર 30માં શનિવારે (26મી જુલાઈ) લક્ઝરી કારે સ્કૂટરને ટક્કર મારી હતી. જેમાં પાંચ વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આ દુર્ઘટનામાં સ્કૂટર સવાર બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હાલમાં પોલીસે કારચાલક સહિત બે લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
કેવી રીતે અકસ્માત સર્જાયો?
અહેવાલો અનુસાર, નોઈડાના સેક્ટર 30માં આ ઘટના ત્યારે બની જ્યારે સ્કૂટરચાલક ગુલ મોહમ્મદ અને અન્ય એક યુવક રાજા સાથે તેમની બીમાર પાંચ વર્ષીય દીકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન હોસ્પિટલની નજીત પહોંચતા એક હાઈ સ્પીડ લક્સરી કારે સ્કૂટરને જોરાદાર ટક્કરી મારી હતી.
આ પણ વાંચો: ધનખડના રાજીનામાએ ભાજપનું ટેન્શન વધાર્યું, હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા
જેના કારણે સ્કૂટર સવાર ત્રણેય લોકો ફંગોળાયા હતા,જેમાં બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગુલ મોહમ્મદ અને રાજાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી બે યુવકો અભિષેક અને યશની ધરપકડ કરી છે, જે આ કારમાં સવાર હતા અને કારને પણ જપ્ત કરી છે.
આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે
પોલીસે પરિવારને ખાતરી આપી છે કે, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ પરિવાર દુ:ખી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, 'લક્ઝરી કારેની સ્પીડ ખૂબ જ વધારે હતી. ટક્કર થતાં જ સ્કૂટર થોડા મીટર સુધી ઘસડાયુ હતું. જેના કારણે બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.'