ધ્રૂજાવી દેનારો VIDEO : રોડ પર ઉભેલી ટ્રકમાં ઘુસી કાર, 6 લોકોના ઘટના સ્થળે જ મોત
એક જ પરિવારના 6 લોકોના મોત, ડ્રાઈવર અને એક મુસાફર ગંભીર ઈજાગ્રસ્ત
તમિલનાડુના યેંગુરુના એક જ પરિવારના 8 સભ્યો કારમાં પેરુંથુરઈ માટે નિકળ્યા હતા
ચેન્નાઈ, તા.06 સપ્ટેમ્બર-2023, બુધવાર
તમિલનાડુના સેલમમાં આજે સવારે ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. ફુલ સ્પીડે આવી રહેલી કાર રોડ પર ઉભેલી ટ્રકની પાછળ ઘુસી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. અકસ્માતમાં કારનો કુરચો બોલાઈ ગયો છે. આજે સવારે 4 વાગે થયેલા અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ ભયાનક અકસ્માતનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે.
એક જ પરિવારના 6 લોકોના મોત
તમિલનાડુના યેંગુરુના એક જ પરિવારના 8 સભ્યો કારમાં પેરુંથુરઈ માટે નિકળ્યા હતા... એક તરફ વહેલી પરોઢે ઘોર અંધારુ હતું તો બીજીતરફ કાર પણ ફુલ સ્પીડે હતી... આ દરમિયાન હાઈવેના કિનારે એક ટ્રક પાછળ કાર ઘુસી ગઈ... કાર ફુલ સ્પીડે હોવાના કારણે કાર ટ્રકની પાછળના ભાગે ઘુસી ગઈ... કારમાં સવાર 8 લોકોમાંથી 6ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા... મૃતકોમાં એક વર્ષનું બાળક પણ સામેલ છે... એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાળકના માતા-પિતાનું પણ મોત થયું છે.
અકસ્માતનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ
કારમાં સવાર 2 અન્ય વ્યક્તિઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે આસપાસના સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત થયેલા 2 લોકોને તુરંત હોસ્પિટલ લઈ ગયા... મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે... હાઈવે પર સીસીટીવી કેમેરો લાગેલો હતો, જેમાં આ અકસ્માતનો વીડિયો રેકોર્ડ થઈ ગયો છે....
ડ્રાઈવર અને 1 મુસાફરને ગંભીર ઈજા
મળતા અહેવાલો મુજબ કાર ડ્રાઈવર વિગ્નેશ અને એક અન્ય મુસાફર પ્રિયાને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી... પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવરને ઝોકું આવી ગયું, જેના કારણે અકસ્માત સર્જાયો... કારમાં ખામી સર્જાઈ હોવાનાની પણ સંભાવના છે. ડ્રાઈવરના સ્વસ્થ થયા બાદ તેની પુછપરછ કરવામાં આવશે. હાલ પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.