Get The App

સોનિયા ગાંધીના માતા પાઓલા માયનોનું ઇટાલીમાં અવસાન

Updated: Aug 31st, 2022

GS TEAM

Google News
Google News
સોનિયા ગાંધીના માતા પાઓલા માયનોનું ઇટાલીમાં અવસાન 1 - image

નવી દિલ્હી :  કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના માતા પાઓલા માયનોનું શનિવારે ઇટાલીમાં અવસાન થયું હતું અને મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. કોંગ્રેસ પ્રમુખ પોતાની માતાને મળવા માટે ૨૩ ઓગસ્ટે રવાના થયા હતાં. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાલમાં વિદેશમાં હોવાથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય પાઓલા માયનોના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યાં હતાં. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર સોનિયા ગાંધીના માતાના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. ેરાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલે પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે. સોનિયા ગાંધીના માતાની ઉંમર ૯૦ વર્ષથી વધુ હતી.