Get The App

સોનિયા ગાંધીની તબિયત લથડી, શિમલાની હૉસ્પિટલમાં કરાયા દાખલ

Updated: Jun 7th, 2025

GS TEAM

Google News
Google News
સોનિયા ગાંધીની તબિયત લથડી, શિમલાની હૉસ્પિટલમાં કરાયા દાખલ 1 - image

Sonia Gandhi health: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતાં તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કૉલેજ (IGMC) હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેમને કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ છે.

IGMCના ડેપ્યુટી મેડિકલ સુપરિટેન્ડન્ટ ડૉ. અમન મદાઇકે જણાવ્યું કે, ડરવાની જરૂર નથી. સોનિયા ગાંધી સંપૂર્ણ સ્વસ્થ છે. બ્લડ પ્રેશર વધવાની ફરિયાદ માટે તેઓ રૂટીન તપાસ માટે હોસ્પિટલ આવ્યા હતા. ચેકઅપ બાદ તેઓ ચાલ્યા ગયા.

ત્યારે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂના પ્રિન્સિપલ મીડિયા એડવાઇઝર નરેશ ચૌહાણે કહ્યું કે, સોનિયા ગાંધીને થોડીક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે રૂટીન તપાસ માટે હોસ્પિટલ લવાયા. તેમની હાલત સ્થિર છે.

સોનિયા ગાંધી 2 જૂને પોતાની દીકરી પ્રિયંકા ગાંધીની સાથે શિમલા આવ્યા હતા અને છરાબડા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં રોકાયા હતા. અચાનક તેમની તબિયત ખરાબ થતાં તેમને IGMC લઈ જવાયા.

માહિતી મળતાં જ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ પોતાનો ઉના પ્રવાસ રદ કરી દીધો અને શિમલા પરત ફરી રહ્યા છે. તેમના IGMC પહોંચવાની શક્યતા છે. IGMC હૉસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે.