India

સોનમ વાંગચુકની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી, પત્નીએ રજૂ કરી બે માગ

By GS TEAM
6 Oct 20252 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે આજે લદ્દાખના ક્લાઈમેટના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા સરકારને ફિટકાર લગાવતાં જવાબ માગ્યો હતો. વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, લદ્દાખ વહીવટીતંત્ર અને જોધપુર જેલ અધિક્ષકને નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો કે, શા માટે વાંગચુકને જેલમાંથી મુક્ત કરવા ન જોઈએ?

Summarized by AI; it may make mistakes. Check important info

સોનમ વાંગચુકની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી, પત્નીએ રજૂ કરી બે માગ

Supreme Court Hearing On Sonam Wangchuk's Arrest: સુપ્રીમ કોર્ટે આજે લદ્દાખના ક્લાઈમેટના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા સરકારને ફિટકાર લગાવતાં જવાબ માગ્યો હતો. વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, લદ્દાખ વહીવટીતંત્ર અને જોધપુર જેલ અધિક્ષકને નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો કે, શા માટે વાંગચુકને જેલમાંથી મુક્ત કરવા ન જોઈએ?

સોનમ વાંગચુકની પત્ની તરફથી કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે સોનમ વાંગચુકને તેમની ધરપકડ પાછળના કારણો વિશે પણ જાણકારી આપવામાં આવી ન હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અંગે જવાબ આપ્યો કે, અટકાયત કરાયેલ વ્યક્તિને આ વિશે જાણ કરવામાં આવી છે. અમે તેમની પત્નીને એક નકલ આપવાનું વિચારીશું, જેમાં તેમની ધરપકડના કારણોની વિગતો આપવામાં આવશે.

વાંગચુક જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ

સોનમ વાંગચુક પર NSA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તે જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. ગીતાંજલિએ વાંગચુકની મુક્તિ માટે અરજી કરતાં વિનંતી કરી હતી કે તેમના પતિને ટેલિફોન પર વાત કરવાની મંજૂરી આપવામાં આવે. તેમને મળવાની પણ મંજૂરી આપવામાં આવે. વધુમાં, જેલમાં દવા, યોગ્ય ખોરાક અને કપડાંની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ પણ કરી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ અરવિંદ કુમાર અને એન.વી. અંજારિયાની બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. સોનમ વાંગચુકની 26 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જોધપુર જેલમાં રાખવામાં આવ્યા છે. તેમના પર હિંસા ભડકાવનારા નિવેદનો આપવાનો આરોપ છે. 

વાંગચુકની ગેરકાયદે ધરપકડ

પત્ની ગીતાંજલિએ જણાવ્યું કે, સોનમ વાંગચુકની ધરપકડ રાષ્ટ્રીય સુરક્ષા કે કાયદો અને વ્યવસ્થાનો મામલો નથી, પરંતુ એક કાર્યકર્તાને ચૂપ કરવાનો પ્રયાસ છે. મારા પતિ ગાંધીવાદી રીતે વિરોધ કરી રહ્યા હતા. આ એક બંધારણીય અધિકાર છે. તેમને બોલવાનો અધિકાર છે. ફક્ત આ આધારે તેમની ધરપકડ કરવી વાજબી નથી. આ બંધારણની કલમ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. મારા પતિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.