નવો ખુલાસો: રાજ કુશવાહ જ નિકળ્યો સંજય વર્મા, 25 દિવસમાં સોનમે 112 વખત ફોન પર કરી હતી વાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Honeymoon Murder Case: રાજા રઘુવંશી હત્યાકાંડની તપાસ કરી રહેલી ઈન્દોર પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસના સૂત્રોના અનુસાર, સોનમ જે સંજય વર્મા નામના વ્યક્તિના મોબાઈલ નંબર પર સતત વાતચીત કર્યા કરતી હતી, તે નંબર પ્રેમી રાજ કુશવાહ જ ઉપયોગ કરતો હતો. સોનમે 25 દિવસમાં 112 વખત ફોન પર વાત કરી હતી.
પોલીસના અનુસાર, સોનમ અને તે નંબર પર હાજર વ્યક્તિ વચ્ચે લાંબી વાતચીતો થતી હતી. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે, આ નંબર કોઈ સંજય વર્મા નામના વ્યક્તિનો છે, પરંતુ તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે કે આ નંબરનો ઉપયોગ બીજુ કોઈ નહીં પરંતુ ખુદ રાજ કુશવાહ જ કરી રહ્યો હતો.

કઈ રીતે થયો પર્દાફાશ?
આ વાતની પુષ્ટિ ત્યારે થઈ જ્યારે મધ્યપ્રદેશમાં આ નામને લઈને સમાચાર સામે આવ્યા અને મીડિયામાં ચર્ચાઓ તેજ બની. ત્યારબાદ ઈન્દોર પોલીસે મેઘાલય પોલીસે સંપર્ક કર્યો અને વાતચીતના આધાર પર આ મહત્ત્વની માહિતી સામે આવી.
પોલીસ અધિકારી હવે એ માની રહ્યા છે કે સંજય વર્મા નામની આડમાં રાજ કુશવાહે ઓળખ છૂપાવીને સોનમ સાથે સંપર્ક રાખ્યો. કેસની તપાસ આ નંબર અને તેનાથી જોડાયેલા કોલ રેકોર્ડ્સના આધાર પર ઝડપી કરી દેવાઈ છે. આ ખુલાસા બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે અને પોલીસે તપાસ હવે રાજ કુશવાહની ગતિવિધિઓ પર વધુ કેન્દ્રિત કરી છે.
નાર્કો ટેસ્ટની માગ પર ગુસ્સે થયો સોનમનો ભાઈ
રાજા રઘુવંશી હત્યાકાંડમાં મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા નાર્કો ટેસ્ટની માગ પર મુખ્ય આરોપી સોનમ રઘુવંશીના ભાઈ ગોવિંદ રઘુવંશીએ આકરી પ્રતિક્રિયા આપી છે. રાજાના પરિવારે હત્યાની સંપૂર્ણ સત્ય સામે લાવવા માટે સોનમના માતા-પિતા, ભાઈ ગોવિંદ અને ભાભી સહિત તમામ પરિવારના સભ્યોના નાર્કો ટેસ્ટ કરાવવાની માગ કરી હતી. જેના પર પ્રતિક્રિયા આપતા ગોવિંદે કહ્યું કે, 'અમે કોઈ પાપ નથી કર્યું. જો કોઈને અમારા પર શંકા છે, તો અમે તમામ પ્રકારની તપાસ માટે તૈયાર છીએ. અમે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપીશું, જેથી સત્ય સામે આવી શકે.'
શું છે સમગ્ર મામલો?
રાજા રઘુવંશી હત્યાકાંડમાં મેઘાલય પોલીસે રાજાની પત્ની સોનમ રઘુવંશી, તેના પ્રેમી રાજ કુશાવહ અને રાજના ત્રણ મિત્રો વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મીની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. આ ઘટના તે સમયે બની જ્યારે બંને હનીમૂન ટ્રિપ પર ગયા હતા.
ઈન્દોરના રહેવાસી રાજા રઘુવંશીના 11 મેના રોજ સોનમ સાથે લગ્ન થયા હતા, અને 20 મેના રોજ બંને આસામ અને મેઘાલય હનીમૂન માટે ગયા હતા. ત્યારબાદ 23મી મેના રોજ રાજા મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં હતો, જ્યાંથી તે ગાયબ થઈ ગયો હતો. જે પછી બીજી જૂનના રોજ રાજાનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો.
સોનમે 9 જૂનની મોડી રાત્રે ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં પોલીસની સામે આત્મસમર્પણ કરી દીધું. ત્યારે, રાજ કુશવાહ અને અન્ય ત્રણ આરોપીની અલગ-અલગ સ્થળ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી ધરપકડ કરાઈ હતી.
રાજા રઘુવંશીનો પરિવાર ઈન્દોરમાં ટ્રાન્સપોર્ટનો વેપાર કરે છે. આ સમગ્ર મામલે તપાસ મેઘાલય પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) કરી રહી છે, જે તમામ પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.









