Get The App

2 રૂપિયામાં 512 કિલો ડુંગળી ! 70 કિલોમીટરની યાત્રા કરી વેચવા આવેલા ખેડૂતની મજાક

મહારાષ્ટ્રના એક ગામના ખેડૂતની ડુંગળી ઉગાડવા પાછળની મહામહેનત પાણીમાં ગઈ

સોલાપુર APMCનાં વેપારી દ્વારા ખેડૂતને માત્ર રૂ.2.49નો પોસ્ટ-ડેટેડ ચેક અપાયો

Updated: Feb 24th, 2023

GS TEAM

Google News
Google News

2 રૂપિયામાં 512 કિલો ડુંગળી ! 70 કિલોમીટરની યાત્રા કરી વેચવા આવેલા ખેડૂતની મજાક 1 - image

સોલાપુર, તા.24 ફેબ્રુઆરી-2023, શુક્રવાર

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બરશી તાલુકામાં આવેલ બોરગાંવના 58 વર્ષિય ખેડૂતને 512 કિલો ડુંગળીના માત્ર 2 રૂપિયા ને 49 પૈસા મળ્યા હોવાની ઘટના સામે આવી છે. ખેડૂત રાજેન્દ્ર તુકારામ ચૌહાણે તાજેતરમાં જ 515 કિલો ડુંગળીના વેચાણ માટે 70 કિલોમીટરની યાત્રા કરી હતી. તેઓ લાંબો સફર ખેડી સોલાપુર APMC પહોંચ્યા હતાં. અહીં પહોંચ્યા બાદ ભાવમાં ઘટાડો થવાના કારણે રાજેન્દ્ર ચૌહાણે માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોની કિંમતે તેમની પેદાશો વેચવા મજબુર થવું પડ્યું હતું.

ખેડૂતને 2 રૂપિયાનો પોસ્ટ-ડેટેડ ચેક અપાયો

ચોંકાવનારી વાત એ છે કે, ખેડૂતે મહામુશ્કેલીથી લાંબો સફર ખેડી પોતાના ખર્ચે ડુંગળીનો જથ્થો ત્યાં સુધી પહોંચાડ્યો હતો તેમજ ડુંગળી ઉગાડવા માટે મોટો ખર્ચો પણ કર્યો હતો છતાં તેમની મજાક થઈ હોય તેવી રકમ અપાઈ હતી. ડુંગળીના પરિવહન અને વેચાણ સુધીમાં થયેલ ખર્ચ સહિત તમામ કપાત બાદ ખેડૂતને ચોખ્ખો નફો માંડ રૂ.2.49 હતો અને તેમને 2 રૂપિયાનો પોસ્ટ-ડેટેડ ચેક અપાયો હતો. આ ચેકને તેઓ 15 દિવસ બાદ વટાવી શકશે. સામાન્ય રીતે બેંકમાં લેવડ-દેવડની રકમ રાઉન્ડ ફિગરમાં થાય છે, જેના કારણે બે રૂપિયા ઉપરની 49 પૈસાનો ચેકમાં ઉલ્લેખ કરાયો નથી, જેના કારણે તેઓએ આ 49 પૈસાની રકમ સીધા વેપારી પાસેથી લેવી પડશે.

500 કિલો ડુંગળી ઉગાડવા પાછળ કર્યો રૂ.40 હજાર ખર્ચ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલો મુજબ ખેડૂત રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, મને પ્રતિ 1 કિલો ડુંગળીનો 1 રૂપિયો મળ્યો. APMCના વેપારીએ 512 રૂપિયાની કુલ રકમમાંથી પરિવહન ખર્ચ, હેડ-લોડિંગ અને વજન ખર્ચ કાપી 509.50 રૂપિયા કાપી લીધા... ચૌહાણે જણાવ્યું કે, ગત વર્ષે પ્રતિ કિલો 20 રૂપિયા કમાણી થઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 3-4 વર્ષમાં બિયારણ, ખાતર અને જંતુનાશકોની કિંમત બમણી થઈ છે. મેં આ વખતે માત્ર 500 કિલો ડુંગળી ઉગાડવા માટે લગભગ 40,000 રૂપિયા ખર્ચ્યા છે.

Tags :